Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રવિવારે જુનાગઢમાં શનિદેવ જન્મોત્સવ ઉજવાશે દ્વિદિવસીય મહાયજ્ઞ સોમવારે પુર્ણાહુતિ-મહાપ્રસાદ

પુ.તુલશીનાથબાપુના સાનિધ્યમાં વિવિધ આયોજનો

જુનાગઢ તા.ર૯: જુનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે આગામી તા.ર જૂને રવિવારે શનિદેવ જન્મોત્સવ નિમીતે દ્વિદિવસીય ધર્મોત્સવ ઉજવાનાર છે.

મંદિરના મહંત પુ. તુલશીનાથબાપુએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી ગરવા ગિરનારની ગોદમાં આવેલ આ શનિદેવના મંદિરમાં કષ્ટોના નિવારણ હેતુથી યજ્ઞનું આયોજન કરાયુ છે.

આ યજ્ઞમાં ૯ લાખ મંત્રો જાપ કરવામાં આવેલ છે. જેનો દશાંશ ૯૦,૦૦૦ આહુતી આપવામાં આવશે તદદશાંશ તર્પણ ૯,૦૦૦ તદદશાંમાર્જન ૯૦૦ આપવામાં આવશે.

પુ. તુલશીનાથબાપુએ વધુમાં જણાવ્યુ હતું કે વૈશાખ વદ દર્શ અમાસ તા.ર જૂન રવિવારે સાંજે ૪ કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થશે અને તા.૩ને સોમવારે સવારે ૬-૦૦ કલાકે ગણપતિપુજન શ્રી શનિદેવ પુજન તેમજ સ્થાપિત દેવોનું પુજન અગ્નિદેવનું સ્થાપન અને બપોરે ૧ર કલાકે ભોજન પ્રસાદ અને સાંજે ૬ કલાકે પૂર્ણાહુતી થશે. આ અવસરે ધર્મપ્રેમીજનતાને લાભ લેવા પુ.તુલશીનાથબાપુએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે. વધુ વિગત માટે મો. ૯૪ર૭૭ ૪૬૯૯પ ઉપર સંપર્ક કરવો.

(11:43 am IST)