Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ઉના દ્રોણેશ્વર ગુરૂકુલમાં વિદેશથી પધારેલા બાલકૃષ્ણદાસજી સ્વામીનું સન્માન યોજાયું

ધોરણ ૧૨ના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં ગુરુકુલ દ્રોણેશ્વરમાં વિદેશ યાત્રાથી પધારેલા પૂજય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની સ્વાગત અને સન્માન બાદ સત્સંગ સભા યોજાઇ હતી

ધોરણ૧૨ના વિદ્યાર્થીઓએ હાર પહેરાવીને પુજન કર્યુ હતું.

એસજીવીપીની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે અમેરિકાની સત્સંગ યાત્રા પુર્ણ કરી પધારેલા સંસ્થાના મહંત પુજય શ્રી બાલકૃષ્ણ સ્વામીના પુજન તથા સત્કાર માટે ગુરુકુલમાં યોજાઇ હતી.

આ સભામાં પૂજય સંતોએ સર્વ પ્રથમ ઠાકોરજીનું પુજન કર્યું હતું. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન અને આશીર્વાદનો દોર ચાલ્યો હતો.

આ સભામાં ગુરુકુલ વિદ્યાલયના ધોરણ૧૨માં ૧૦૦% પરિણામ મેળવવામાં જે તેજસ્વી તારલાઓ તથા શાળાના આચાર્ય શ્રી દ્વારા પુજય સ્વામી નું પુજન થયું હતું.

જળહળતું પરિણામ પ્રાપ્ત કરનારા અલ્પેશ,ચિરાગ, ફેનિલ, તુષાર વગેરેને કુમકુમનો ચાંદલો કરી આશીર્વાદ સાથે રાજીપો વ્યકત કર્યો હતો. સોરઠ પ્રદેશના ગામડાઓમાં થી આવેલા સેંકડો ભકતોએ પુજય સ્વામીના દર્શન પૂજન તથા આશીર્વાદનો અને પ્રસાદ રુપ ભોજનનો લાભ લીધો હતો. પુજય બાલકૃષ્ણ સ્વામીજીએ જણાવ્યું હતું કે આ પ્રથમ બેંચના મારા સપ્તર્ષીઓની તથા સ્ટાફ મિત્રોની અથાગ મહેનત અને ભગવાનના આશીર્વાદનું આ પરિણામ છે.

(11:38 am IST)