Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

લોધીકા તાલુકા ભાજપ દ્વારા સાંસદ કુંડારીયાનો સન્માન સમારોહ સંપન્ન

ખીરસરા તા. ર૯ :.. રાજકોટ લોકસભા ૧૦ ના સાંસદ તરીકે બીજી વાર જંગી બહુમતીથી ચૂંટાયેલા મોહનભાઇ કુંડારીયાનો સન્માન કાર્યક્રમ લોધીકા તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજાની અધ્યક્ષતા યોજવામાં આવેલ અને લોધીકા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને લીડ મળતા તાલુકાના તમામ કાર્યકરો - સરપંચ તેમજ મતદારોનો સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા એ દિલથી આભાર વ્યકત કરેલ અને ગામડાના વિકાસ ખેડૂતોના પ્રશ્નો સિંચાઇ ગામડામાં રોડ-રસ્તા પીવાના પાણીની વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં આવશે અને શહેરમાં જે રેલ્વે ફાટકો છે તેને દુર કરી ટ્રાફીક સમસ્યા હળવી બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે તેવું જણાવેલ.

આ કાર્યક્રમનું સંચાલન તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા તેમજ રા. લો. સંઘના વા. ચેરમેન મનસુખભાઇ સરધારાએ કરેલા આ તકે પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભર માજી તાલુકા પંચાયત પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી તાલુકા પંચાયત સદસ્ય પદુભા જાડેજા, ભીખુભાઇ ડાંગર, મુકેશભાઇ કમાણી, રસીકભાઇ પટેલ, સરપંચ બિંદુભા જાડેજા, મિલનભાઇ કથીરીયા, સંજયભાઇ અમરેલીયા, વીરભાનું મૈયા, દેવાયતભાઇ કંુગરિયા, દિનેશભાઇ મૈત્રા, દિલીપભાઇ કુંગશીયા, છગનભાઇ મોરડ, મોહનભાઇ ખુંટ, હરભમભાઇ કુંગશીયા, યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઇ મોરડ, અશોકસિંહ ખેરડીયા, રમેશભાઇ રાઠોડ, માર્કેટ યાર્ડના ડીરેકટર પ્રવિણસિંહ જાડેજા, ડી. કો. બેંકના ડીરેકટર બકુલસિંહ જાડેજા, જીલ્લા ભાજપના મોહનભાઇ, જેન્તીભાઇ સરપંચ લોધીકા કિશોરભાઇ તાલુકા ભાજપ ઉપપ્રમુખ માવજીભાઇ સાગઠીયા, યુવા ભાજપના રાહુલકુમાર જાડેજા, તાલુકા ભાજપ મહામંત્રી લાખાભાઇ ચોવટીયા, પ્રવિણસિંહ ખેરડિયા, ભીખુભા જાડેજા, ઢોલરા સરપંચ દિનેશભાઇ બગથરીયા, ચાંદલી સરપંચ મોટાવડા આગેવાન વેલુભા જાડેજા, રાતૈયા સરપંચ મહાવીરસિંહ જાડેજા, નગરપીપળીયા સરપંચ  વાગુદડના સરપંચ મુકેશભાઇ વિરડા તેમજ તમામ નામ-અનામી ભાજપ - કાર્યકરો - આગેવાનો ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમની શરૂઆતમાં સુરતમાં બનેલી દુર્ઘટનામાં અવસાન પામેલ વિદ્યાર્થીઓને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ ત્યારબાદ સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ.

(11:37 am IST)