Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમરેલીઃ વિધવા સહાય યોજનામાં ફરજિયાત આવકના દાખલા સામે મુખ્યમંત્રીને રજુઆત

અમરેલી તા. ર૯: કોંગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ શહેર પ્રમુખ રસુલભાઇ કુરેશી એ મુખ્યમંત્રીને રજુઆતમાં સરકારશ્રીની વિધવા સહાય યોજનામાં રાજુલા શહેરમાં અરજદાર પાસે કુટુંબની વ્યકિતદીઠ આવકના માંગવામાં આવતા દાખલ સામે અંગે જણાવ્યું છે.

ગુજરાત રાજયમાં સરકારશ્રીની વિધવા સહાય વિધવા બહેનોને (નવા પરીપત્ર મુજબ) સહાય મળે છે અને ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના વિધવા બહેનોએ લાભ લીધેલ છે પરંતુ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રાજુલા શહેરની મામલતદાર કચેરીઓમાં હાલમાં વિધવા સહાય મેળવતા અરજદાર વિધવા બહેનો પાસેથી કુટુંબના દરેક વ્યકિતની વ્યકિતદીઠ આવકના દાખલા અલગ-અલગ માંગવામાં આવે છે અને અરજદાર પાસે એવી ફરજ પાડે છે કે તમારે ઘરમાં રહેતી તમામ વ્યકિતની આવકનો દાખલો રજુ કરવાનો રહેશે. હકીકતમાં અરજદાર એટલે કે વિધવા બહેન જે તેમના જે પુત્ર સાથે રહેતા હોય કે એકલા પણ રહેતાં હોય તો ફકત તેમની આવક અંગેનો દાખલો રજુ કરવાનો હોય છે જયારે હાલમાં વિધવા સહાયના ફોર્મમાં ફરજીયાત કુટુંબના દરેક વ્યકિતનો આવક અંગેનો દાખલો જોડવાની ફરજ પાડે છે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:36 am IST)