Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સુરેન્દ્રનગરમાં કશ્યપ રાવલ પોલીસ કસ્ટડી મોત પ્રકરણમાં પીએસઆઇ-ર, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

વઢવાણ, તા.૨૯:સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વેવસ્થા ખૂબ કથળી  છે.  જિલ્લામાં વ્યાજ ખોરોનો ત્રાસ પણ દિવસેને દિવસે જિલ્લામાં વધતો જઇ રહો છે. ત્યારે જિલ્લામાં ઠેક ઠેકાણે ડાયારીઓના ધંધાઓ વ્યાજખોરો દ્વારા શરૂ કરવામાં આવીયા છે. વ્યાજ ખોરોનો જિલ્લામાં રાફડો ફાટી નીકળ્યો છે. બસ સ્ટેન્ડથી માંડી ગામના છેવાડે સુધી ગલીએ ખાંચે વ્યાજ ખોરો દ્વારા લોકોને ફસાવી વ્યાજે રૂપિયા આપીને મિલકત પચાવી પાડવામાં આવી રહી છે

થોડા સમય પહેલા કશ્યપ રાવલ નામના યુવાન સામે સુરેન્દ્રનગર બી ડિવિજન ખાતે અરજી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ અરજીની પૂછપરછ માટે આ કશ્યપ રાવલ નામના યુવાનને ઉપાડવામાં આવીયો હતો. ત્યારે આ યુવાનની આંખો દિવસ પૂછપરછ કરવામાં આવી હતી.

રાત્રી દરમિયાન આ કશ્યપ રાવલ નામના યુવાનનું કોઈ કારણો સર મોત નીપજયું હતું. ત્યારે પરિવાર દ્વારા પોલીસ મારમાં કારણે મોત નિપજયા નો આક્ષેપ કરવામાં આવીયો હતો. જેના પગલે યુવાનનો મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવીયો હતો. જયાં સુધી પોલીસ વિરૂદ્ઘ ફરિયાદના નોંધાય ત્યાં સુધી પરિવાર એ ડેડ બોડી સ્વીકારવાનીના પાડી હતી.

 સમગ્ર જિલ્લા ના ભદેવો દવારા આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરવા અને તાપસ કરવા રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ આ બાબતે ખાતરી આપતા આ યુવાનના પરિવારે મૃત દેહ સ્વીકાર્યો હતો.

ત્યારે ગઈ કાલે જિલ્લા પોલીસ વડાએ આ બાબતે ગંભીરતા બતાવી પીએસઆઇ સહીત ૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

1 - PSI, 2 - ASI અને ૧ - હેડ કોન્સ્ટેબલને  સસ્પેન્ડ કરાયા છે ગત તારીખ ૦૯ મે ના રોજ કશ્યપ રાવલનું મોત થયું છે.

સસ્પેન્ડ કરાયેલ પોલીસ કર્મચારીઓ PSI - ડોડીયા, ASI - કેશાભાઇ, ASI - દેવીસિંહ, હેડ કોન્સ્ટેબલ- દિગપાલસિંહ છે.

આગાવ પણ બી ડિવિઝન પોલીસના કારણે અન્ય યુવાને કેફી પીણું પી લીધું હતું.

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથક છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યું છે. અગાઉ આંબેડકર નગરમાં રહતા યુવાનને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા અને યુવાનને સગપણ માટે જોવા આવીયા હોય અને પોલીસ ઘેર જઇ તારા ઘરમાં જુગાર ચાલે છે.તેમ કહીને ઘરની તલાશી લેતા કોઈ પણ જાતનો જુગર યુવાનના ઘર માંથી પકડાયોના હતો.ત્યારે જોવા આવેલ કન્યા પક્ષ દ્વારા આ બનાવ બનવાના કારણે યુવાન સાથે સગપણ કરવાનીના પાડી હતી.

ત્યારે યુવાનને આ બાબત લાગી આવતા યુવાને પોતાના ઘેરમાં જેરી પીણું પી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

(11:32 am IST)