Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જુનાગઢ લોકસભા મત વિસ્તારના ૩૫ વીવીપેટ મશીનની સ્લીપ ગણતા એક પણ મતમાં ભૂલ ન જણાઇ

૫૪૨ લોકસભાની બેઠકમાં કુલ ૨૦૬૨૫ વીવીપેટ મશીનની સ્લીપની સરખામણી કરવામાં આવી

જુનાગઢ, તા.૨૯: તાજેતરની ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક લોકસભા મતક્ષેત્રમાં સમાવિષ્ટ વિધાનસભા ના પાંચ મતદાન મથકો ના ઇવીએમ વીવીપેટ સાથે સરખાવી મત ની ગણતરી કરવાની હતી.

ચૂંટણીતંત્ર સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ ૫૪૨ બેઠકોમાં સમાવિષ્ટ કુલ ચાર હજારથી વધુ વિધાનસભા વિસ્તારના પાંચ મતદાન મથક પ્રમાણે કુલ ૨૬૦૨૫ વીવીપેટ મશીન ની સ્લીપ ઇવીએમ માં પડેલા મત સાથે સરખાવવામાં આવ્યા હતા જેમાં બંનેની સરખામણી કરતા એક પણ મતની ભૂલ જોવા મળી નથી. આમ ઇવીએમ ની વિશ્વસનીયતા સ્પષ્ટ જોવા મળી છે.

જુનાગઢ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તારના ૫ મતદાન મથકના ઇવીએમ મળી કુલ ૩૫ મતદાન મથકો ના વીવીપેટ મશીન ઇવીએમના મત સાથે સરખાવવામાં આવ્યા હતા જેમાં પણ એક પણ મત ની ભૂલ જોવા મળી નથી તેમ જૂનાગઢના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વી. એન. સરવૈયાએ જણાવ્યું હતું.

(11:31 am IST)