Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મોબાઇલનો જરૂરિયાત પૂરતો ઉપયોગ અને મન મક્કમ રાખીને દિલ્હી જઇને તૈયારીઓ આટોપી દેતા કચ્છની રેણુ સોગાન UPSC ટોપર બની

ભુજ: ક્ચ્છના ખ્યાતનામ એવા રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા યુ.પી.એસ.સી.ટોપર રેણુ સોગાનનું સન્માન કરાવમાં આવ્યું હતું. ભુજ રોટરી કલબના ઉપક્રમે કચ્છી યુવતી રેણુ સનદી અધિકારીઓ માટે લેવાતી પરીક્ષામાં દેશમાં ટોપ રેન્કમાં આવતા તેના સન્માનકાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેણીએ પ્રત્યુત્તરમાં પોતાના સફળતાનું રહસ્ય જણાવતા કહ્યું હતું કે, કચ્છમાં મને જોઈતું મટેરિયલ કે, અંગ્રેજી વર્તમાનપત્રો આજે પણ ઉપલબ્ધ નથી. અહીં રહીને પરીક્ષા આપી પણ સફળતા ન મળી. મન મક્કમ રાખી દિલ્હી જઈને તૈયારીઓમાં લાગી ત્રીજા પ્રયત્ને સફળતા કદમ ચુમતી આવી. 

કચ્છમાં સરકારી જગ્યાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેનો માહોલ નથી અને કચ્છનું યુવા ધન તે માટે સજ્જ પણ નથી. માત્ર આપવા ખાતર આવી પરીક્ષાઓમાં ઉપસ્થિત રહીને પેપર અપાય છે. અને સંપૂર્ણપણે નસીબ પર છોડીને સહુ સંતોષ માની લે છે. પરંતુ આવી બાબતોમાં પ્રારબ્ધની સાથે-સાથે પુરુસાર્થને પણ જોડવું પડે છે. અને સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તેમ માનીને ચાલ્યા પછી પણ નિરાશા સાંપડતી હોય છે. તેમાં પણ હિંમત હાર્યા વિના સતત પ્રયત્નો ચાલુ રાખ્યા બાદ જરૂરથી સફળતા મળતી હોય છે, તેમ અહી ચાલુ વર્ષની યુ.પી.એસ.સી.ટોપર ગાંધીધામની રેણુ સોંગાને જણાવ્યું હતું.

યુ.પી.એસ.સી.ટોપર કચ્છી યુવતિ 

કચ્છી ઉમેદવારો માટે પોતાનો ઉપલબ્ધ સમય કોચિંગ માટે આપવાનો રોટરીને વાયદો કરી, સહુને શીખ આપતા તેણે જણાવ્યું હતું કે, ઓનલાઈન અને ફિઝિકલી મટેરિયલ પ્રાપ્ત કરો. વાંચન કરો, રિપીટેશન કરો,લખો, વિચાર- વિમર્સ કરો અને એક જ ટાર્ગેટ રાખી મંડ્યા રહો. ફિલ્મ,નાટક અને નેટને બિલકુલ સમય ન ફાળવો, સફળતા તમને વરશે.

(5:48 pm IST)