Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

પોલીસ પ્રજાની મિત્ર : પ્રગતિબેન આહિરએ જન્મદિવસ પોલીસ સાથે ઉજવ્યો : બંદોબસ્તમાં સ્થળે ચા-પાણી નાસ્તો કરાવ્યો : કામગીરી નિહાળી ભાવુક થયા

ગરીબ છોકરાઓને પણ ચા નાસ્તો કરાવી પ્રગતિબેને પોતાના જન્મદિવસની ઉજવણી કરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી  મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ..

  હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે પોલીસ દ્વારા કોરોના વાયરસના કહેરના કપરા સંજોગોમાં રાત દિવસ લોક ડાઉન બંદોબસ્તની કડક કાર્યવાહી સાથે પ્રજા કલ્યાણના કાર્યો કરવામાં આવતા હોય, પ્રજામાં પોલીસની ડ્યુટી પ્રત્યે ઘણો જ માન અને આદરભાવ ઉતપન્ન થયાના ઘણા પ્રસંગો સર્જાયા છે. એવી જ એક ઘટના જૂનાગઢ શહેર ખાતે બહાર આવી છે.

   જૂનાગઢ શહેરના મધુરમ ખાતે રહેતા એક મહિલા પ્રગતિબેન આહીરનો જન્મદિવસ હોઈ, તેઓએ પોતાના જન્મદિવસ લોક ડાઉન સબબ કપરી પરીસ્થિતિમાં બંદોબસ્તની ફરજમાં રહેલ પોલીસ સાથે ઉજવવાનો વિચાર આવતા, તેઓએ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કરી, પોતાની જન્મદિવસના દિવસે બંદોબસ્તમાં રહેલ પોલીસને બંદોબસ્તના સ્થળે જઈ, નાસ્તો તથા ચા પાણી કરાવવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવેલ હતી.

  જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘની સૂચના અને  જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મધુરમ વિસ્તારમાં રહેતા બર્થડે લેડી પ્રગતિબેન આહીરને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ડી.જી.બડવા તથા સ્ટાફના હે.કો. ભગવાનભાઈ, મેહુલભાઈ, કરણસિંહ, ગોવિંદભાઇ, સહિતના પોતાની સાથે રાખી, બંદોબસ્તમાં રહેલ જુદા જુદા પોઇન્ટ ઉપર જાતે જઈને એક એક પોઇન્ટ ઉપરના સ્ટાફને ચા પાણી નાસ્તો કરાવી, ઉપરાંત ગરીબ છોકરાઓને પણ ચા નાસ્તો કરાવી, પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

   બંદોબસ્તની પોલીસની સેવાકીય કાર્યવાહી જોઈને મહિલા પ્રગતિબેન આહીર ભાવ વિભોર થયેલ હતા. પોલીસની સહિષ્ણુતા ભરી કામગીરીથી શહેરના લોકોના માનસપટ ઉપર એક અલગ જ છાપ પડી હોવાનો આ કિસ્સો કોરોના ના કહેર સામે લડતા લોકોની પડખે રહી, લોક ડાઉન નો અમલ કરાવવાની બંદોબસ્તની કપરી કામગીરી ની સાથે સાથે જરૂરિયાત મંદોની સાથે રહી, મદદ કરવાની સેવાકીય કાર્યવાહીનું અલગ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે.

   જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું...

(9:34 pm IST)