Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ખંભાળિયા પાલિકા દ્વારા કોરોનાને મહાત કરવા સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

ફોંગીંગ મશીન દ્વારા દવા છંટકાવઃ પત્રિકા વિતરણ દ્વારા જાગૃતિના પગલા

કોરોના સંદર્ભે ખંભાળિયા નગરપાલિકા દ્વારા સઘન સફાઇ ઝુંબેશ તેમજ ફોંગીંગ મશીન દ્વારા દવા છંટકાવની કામગીરી હાથ ધરાય છે તે પ્રસંગની તસ્વીર

ખંભાળિયા, તા.૨૭: ખંભાળિયા પાલિકાના પ્રમુખશ્રી શ્વેતાબેન શુકલ ઉપપ્રમુખ પી.એમ.ગઢવી ચીફ ઓફિસર એ.કે.ગઢવી, કારોબારી ચેરમેન દીપેનભાઇ ગોકાણી, દંડક નેતા કંચનબેન નડીયાપરા તથા શાસકપક્ષ નેતા હંસાબા જેઠવાની ટીમ દ્વારા ખંભાળિયામાં કોરોના રોગચાળાના સંદર્ભમાં સાફ સફાઇ તથા પગલા શરૂ કર્યા છે.પત્રિકાએ વહેંચી હેલ્પ લાઇન નંબર જાહેરપાલિકા તંત્ર દ્વારા ખંભાળિયામાં કોરોના રોગના સંદભમાં જાહેર પીત્રકાઓ વહેંચીને આ રોગના લક્ષણો, કઇ રીતે ફેલાય, કેમ અટકાવવામાં આવે તેમ જણાવીને ૮૯૯૦૪૪૩૨૦૦ તથા ૦૨૮૩૩ ૨૩૪૭૧૨ બે હેલ્પ લાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.

સફાઇ દવા છંટકાવ ફોંગીંગ મશીન શરૂખંભાળિયામાં રોગચાળાના સંદર્ભમાં દરેક વોર્ડમાં ખાસ ટીમો મોકલીને સાફ સફાઇ કરવા ગંદકીનો નાશ એકત્રીકરણ  કરવા તથા દવા છંટકાવ કરવા તથા ગંદા પાણી ભરાય નહીં તથા ફોંગીંગ મશીનો દ્વારા પણ દવાનો છંટકાવ શરૂ કરાવવામાં આવ્યો છે તથા લોકોને સહયોગ આપવા અપીલ કરાઇ છે.

(1:10 pm IST)