Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સુરેન્દ્રનગર જિ.પં નં. રૂ.૩૦૬.૩૦ કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર

ખનીજમાંથી મળતી આવકમાંથી ૧.૫૧ કરોડનું અનુદાન

 

વઢવાણ,તા.૨૮: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન મકવાણાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી જેમાં કોરોના વાયરસના કહેરથી બચવા સભાખંડમાં પ્રવેશતાં તમામ લોકોનું સેનેટાઈઝર વડે સ્ક્રીનીંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૧૯-૨૦નું સુધારેલ તથા સને ૨૦૨૦-૨૧નું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૬ કરોડ ૩૭ લાખ ૮ હજાર પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં સ્વભંડોળની પુરાંત ૨ કરોડ બાવીસ લાખ ૭૭ હજારનો સમાવેશઙ્ગ થાય છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતને મળતી ગુજરાત ગૌણ ખનીજ નિયમો ૧૯૬૬ હેઠળ મળતીઙ્ગ રોયલ્ટી અને રેડરેન્ટની આવકના અનુદાનમાંથી વિકાસના કામો માટેઙ્ગ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.ઙ્ગ

જે મુજબ સ્વાસ્થ્ય અને સફાઈ ક્ષેત્રે જોગવાઈ કરવાના જિલ્લા પંચાયતની ફરજ રૂપે કોરોના વાયરસની મહામારી સામે અટકાયતી કામગીરી અને આનુસાંગિક સ્વાસ્થ્ય અને સફાઈ ક્ષેત્રે કામગીરી માટે આ અનુદાનમાંથી જિલ્લા પંચાયતને આરોગ્ય શાખા અને પંચાયત શાખાની જરૂરીયાતને ધ્યાને લઈને રૂ.૧ કરોડ ૫૧ લાખનું અનુદાન આપવા પણ સામાન્ય સભામાં જાહેરાત કરી હતી. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોળીયા, ઉપપ્રમુખ કાંતિભાઈ ટમાલીયા,ઙ્ગ ઙ્ગપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઈ ખાચર, ઈન્ચાર્જ ડી.ડી.ઓ. સહિત જિલ્લા પંચાયતનાઙ્ગ સદસ્યો અને પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.ઙ્ગ

આ સામાન્ય સભામાં ભાજપના સભ્ય પી.કે.પરમારે બજેટમાં અનુ.જાતિ માટે ફાળવવામાં આવેલ રકમના મુદ્દે રજુઆત કરી હતી. જયારે જિલ્લા પંચાયત દ્વારા રૂ.૧.૫૧ કરોડના અનુદાનની જાહેરાત કરી હતી.

(11:58 am IST)