Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

બગસરા મામલતદાર કચેરીએ કોરોના તકેદારીની બેઠક

બગસરાઃ મામલતદાર કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારી ડો. મેહુલ બાલાસરા, પ્રાંત અધિ. શ્રી, ધારી શ્રી ઝનકાર, પ્રાંત અધિ. શ્રી વડિયા, શ્રી ઇટાળીયા અને મામલતદારશ્રી બગસરા તલાટ દ્વારા બગસરાના ચીફ ઓફિસરશ્રી, મેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી, કરીયાણા એસો. વેપારીઓ, દુધ મંડળીના વેચાણકર્તા તેમજ તાલુકાના વિવિધ આગેવાનો સાથે કોરોના વાઇરસના સંક્રમણ સામે તકેદારી રાખવા અંગે બેઠક મળી હતી. જેમાં લોકડાઉનને સફળ બનાવવા અને આવશ્યક ચીજ-વસ્તુઓના વેચાણ, પરિવહન વિગેરે ચર્ચા કરી લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા માટે વહીવટી તંત્ર મામલતદારશ્રી, મામ. સ્ટાફ દ્વારા અપીલ કરવામાં આવેલ છે. બેઠક મળી તે તસ્વીર. (તસ્વીરઃ સમીર વિરાણી-બગસરા)

(11:57 am IST)