Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

રતનપર પાસે બાઇક ડિવાઇડરમાં અથડાતાં ગવરીદળ રહેતાં રાવજી રાઠવાએ જીવ ગુમાવ્યો

મુળ વડોદરા પંથકનો આદિવાસી યુવાન પિત્રાઇ સાથે હટાણું કરવા જતો'તો હતો ને...

રાજકોટ તા. ૨૮: મોરબી રોડ પર રતનપર પાસે બાઇક સ્લીપ થઇ ડિવાઇડરમાં અથડાતાં ચાલક ગવરીદળ રહેતાં મુળ વડોદરા પંથકના ગામના રાવજી જેન્તીભાઇ રાઠવા (ઉ.૩૦)ને માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

રાવજી ત્રણ ભાઇમાં મોટો હતો. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તે સાંજે પિત્રાઇ ભાઇ વિજય સાથે ગવરીદળની વાડીએથી હટાણું કરવા જતો હતો અને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. પાછળ બેઠેલા વિજયનો બચાવ થયો હતો. મૃતક કેટલાક સમયથી ગવરીદળ રહી ખેત મજૂરી કરતો હતો. કુવાડવાના હેડકોન્સ. એચ. એલ. સબાડે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:07 pm IST)
  • ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને ભારત સોંપવાના પાકના વડાપ્રધાન ઈમરાન ખાનની જાહેરાત બાદ ભારતના ત્રણેય પાંખના વડાના પ્રમુખોની ૫ વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ રદ્દ : હવે ૭ વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ access_time 5:58 pm IST

  • રાંધણગેસમાં ભાવ વધારો કરાયો :સબસિડીવાળા સિલિન્ડરમાં 2,08 રૂપિયા અને બિન સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં 42,50 રૂપિયાનો વધારો ઝીકાયૉ access_time 1:14 am IST

  • કેનેડાએ ભારત સાથેની વિમાની સેવા ટેમ્પરરી બંધ કરી : પાકિસ્તાને તેની એર સ્પેસ બંધ કરી દેતા કેનેડાએ ભારત સાથેના હવાઈ ઉડ્ડયન કામચલાઉ ધોરણે બંધ કરેલ છે access_time 10:37 pm IST