Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોરબીના વાવડી ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા : 19 હજારનો મુદામાલ જપ્ત

 

મોરબી ડીવીઝન પોલીસે વાવડી ગામ નજીક આવેલ બંજરગ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને મોરબી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ઇન્ચાર્જ ડીવાયએસપી વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી મોરબી ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઈ વી.કે.ગોંડલીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સિદ્ધરાજભાઈ લોખીલને મામેલ બાતમીના આધરે મોરબી વાવડી ગામ પાસે બજરંગ સોસાયટી નજીક ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસિયાણી, માત્રાભાઈ ચોથાભાઈ બતાળા, કલ્પેશભાઈ ગોવિંદભાઈ ભારવણીયા અને ચેતનભાઈ ખોડજીભાઈ પડસુબીયાને રોકડ રકમ રૂ.૧૯,૦૬૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:51 am IST)