Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોરબી પેપરમિલ એસોની મીટીંગમાં ફરીથી પ્રમુખપદે કિરીટભાઈ ફૂલતરીયાની વરણી

પ્રમુખ તરીકે અમૃતભાઈ પટેલ અને સભ્યોની પણ વરણી કરાઈ

 

મોરબી પેપરમિલ એસોની બેઠક તાજેતરમાં મળી હતી જેમાં નવી બોડીની નિમણુક કરવામાં આવી છે અને પેપરમિલ ઉદ્યોગ અગ્રણી કિરીટભાઈ ફૂલતરીયાને પ્રમુખ બનાવાયા છે

મોરબી પેપરમિલ એસોની બેઠક મળી હતી જેમાં પ્રમુખ તરીકે પ્રવીણભાઈ મારવાણીયાએ રાજીનામું આપ્યું હોય અને નવી બોર્ડની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે તીર્થક પેપરમિલના કિરીટભાઈ ફૂલતરીયાની વરણી કરાઈ છે જયારે ઉપપ્રમુખ તરીકે અમૃતભાઈ પટેલ અને સભ્ય તરીકે સુનીલભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, બલદેવભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ ની વરણી કરાઈ છે

પેપરમિલ એસોની બેઠકમાં જીપીસીબી નોટીસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો ચૂંટાયેલા નવા હોદેદારોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

(12:42 am IST)