Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

વાંકાનેરના રાણેકપરમાં જમીન ખાલી કરાવવા મામલે વ્હોરા વૃદ્ધને ધમકી

તું આ જમીનમાં પગ મુકતો નહિ નહીતર કાલે હું રિવોલ્વર લઈને આવીશ

 

વાંકાનેરના રહેવાસી બાકીરઅલી તાહેરઅલી લાકડાવાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ પોતાની ખેતીની તથા બિનખેતી જમીન સુંદરજીભાઈ રહે મુંબઈવાળાને વેચાણ કરેલ હોય સુંદરજીભાઈએ ફરિયાદીને જમીન વેચાણના રૂપિયા આપેલ ના હોય જે અંગે ફરિયાદીને વાંકાનેર કોર્ટમાં દીવાની દાવો ચાલતો હોય અને આરોપીએ નંબર પ્લેટ વગરની ઇકો સ્પોર્ટ્સ કારમાં આવી અમે સુંદરજીભાઈ પાસેથી વેચાણ લીધેલ છે તું જમીન ખાલી કરી નાખજે સવારે મારા માણસો જેસીબી સાથે આવશે અને મકાન પાડી નાખશે તું જમીનમાં પગ મુકતો નહિ નહીતર કાલે હું રિવોલ્વર લઈને આવીશ અને તને ભડાકે દઈશ કાલે તારૂ મોત નક્કી છે એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી છે .

(12:44 am IST)