Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જેતપુર પાસે કારમાં દેશીદારૂના જથ્થા સાથે બે શખ્સો પકડાયા

તસ્વીરમાં દારૂનો જથ્થો અને પકડાયેલ બંન્ને શખ્સો નજરે પડે છે

નવાગઢ-જેતપુર તા.૨૭: તાલુકા પોલીસે કારમાં દેશી દારૂના જથ્થા સાથે નીકળેલ બે શખ્સને ઝડપી લીધા હતા.

જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એસ.વી.ગોજીયા  એ.એસ.આઇ. ભુરાભાઈ માલીવાડા, પો.હેડ. કોન્સ. વીજયસિહ જાડેજા, પો.કોન્સ રાજુભાઈ શામળા  રાજેશભાઈ મકવાણા તથા નીલેશભાઈ ડાગર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એ.એસ.આઇ. ભુરાભાઈ માલીવાડા તથા પો.કોન્સ રાજુભાઈ શામળાને મળેલ હકીકતના આધારે આરબટીબડી રૂપાવટી રોડ આરબટીબડી ધાર પાસે પહોંચતા બાવાપીપળીયા તરફથી શંકાસ્પદ હાલત માંઙ્ગ એક મારૂતિ ફ્રન્ટી કાર જીજે.૦૧.એચ.એ.૦૬૧૯ વાળી આવતા તેને રોકી ચેક કરતા તેમા દેશી દારૂ ભરેલ હોય જેથી આરોપી (૧) નરેશ પ્રવીણભાઈ રાણવા રહે જેતપુર તથા ન. (૨) મીલન જેન્તીભાઇ મહેતા રહે.જેતપુર વાળા સાથે દેશી દારૂ લી ૨૪૦ કી રૂ.૪૮૦૦/- તથા મારૂતી ફ્રન્ટી કાર કી રૂ ૩૦૦૦૦/- મળી કુલ રૂ.૩૪૮૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(3:57 pm IST)