Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ધારીના હરીપરામાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પ્રોઢ ખેડૂતે ઝેરી દવા પીધીઃ સારવારમાં

અમરેલી તા.૨૭: ધારીના હરીપરામાં રહેતા ખેડુતે વ્યાજખોરોની ધમકી ભરી ઉઘરાણીથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે જયાં એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ધારીના હરીપરામાં રહેતા બાલુભાઇ વલ્લભભાઇ ગોધાત નામના ખેડુતે ધારીના દરબાર અને દેવીપુજક પાસેથી વ્યાજે નાણા લીધા હતા તેની દસ ગણી રકમ ચુકવી આપવા છતાયે આ વ્યાજખોરો વધારે દસેક લાખ જેવી રકમ માંગતા હોય વ્યાજ ભરવા માટે પોતાના ઘરબાર અને ખેતર ગુમાવી દેનારા બાલુભાઇ  ગોધાત (ઉ.વ.૫૫) એ આખરે પોતે જમીનજાયદાદ વગરના થઇ જતા મજુરી કામે જતા હોય એક વાડીમાં મજુરી ગયા હતા. ત્યા ઝેરી દવા પી લીધી હતી અને પોતાના ભત્રીજા સંજયને પોતે દવા પી લીધી હોવાની જાણ કરતા સંજયે તેને વાડીએથી અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં સિડી અને સારવાર શરૂ કરાવીઇ વલ્લભભાઇએ જવાબ લેવા આવનારને ગભરૂભાઇ જીલુભાઇ, રવજીભાઇ બાબુભાઇ, નનુભાઇ સોલંકી અને મનસુખભાઇ દેવીપુજકના નામો આપ્યા હોવાનું તેમણે સારવાર દરમિયાન જણાવ્યું હતું.(

(1:14 pm IST)