Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સરકાર દ્વારા ખેડૂતોને ઓછી સહાય ચુકવવાના વિરોધમાં કાલે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતો આવેદનપત્ર પાઠવશે

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે સુરેન્દ્રનગર જિલ્લા ને સરકાર શ્રી દ્વારા અસરગ્રસ્ત જાહેર કરવામા આવેલ હતો અને તે મુજબ SDRF ની ગાઇડલાઇન મુજબ સહાય પણ મંજૂર કરવામાં આવેલ હતી. ૧૩-૧૧-ર૦૧૯ ના રોજ આ સહાય મજૂર કરવા માં આવી હતી.

પરંતુ સરકાર દ્વારા એ નિયમ માં ફેરફાર કરી જે સહાય પીયત માટે૧૩પ૦૦ હતી તે ઘટાડી ન ૬૮૦૦ કરી નાખવામાં આવેલ છે.ત્યારે આ બાબતે જિલ્લા ના ખેડૂતો ને નુકસાન જવા ની ભીતિ ઉભી થઇ છે.

તો સરકાર શ્રી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવેલ જ છે તો ગાઇડલાઇન મુજબ તમામ ખેડૂતો ને વિમો તાત્કાલિક 25% આપવાનો થાય છે તેની જગ્યાએ ફકત 2 થી 5 ટકા જ વિમો હાલ ખેડૂતો ને ચુકવવા મા આવે છે. તો.. આ નિર્ણય અન્યાય કર્તા છે

SDRF ની ગાઇડલાઇન મુજબ ખેડૂતો ને સહાય ચુકવણી કરવામાં આવતી નથી સુરેન્દ્રનગર જિલ્લામાં હેકટર દીઠ 13500 ચુકવવા જે અગાઉ સરકારે જાહેરાત કરેલ પણ હતી..

અને ફોર્મ પણ ભરી દિધેલ છે તો તે પ્રમાણે જ સહાય ચુકવાય તેવી પણ જિલ્લા ના ખેડૂતો ની માગ છે. અને વિમા કંપનીઓ તાત્કાલિક 25% વિમો ખેડૂતો ને ચુકવી આપે જેના કારણે જિલ્લા ના ખેડૂતો દેવા મુકત બને તેવી પણ ખેડૂત આગેવાનો દવારા માગ કરવા માં આવી રહી છે.

ત્યારે કલેકટર શ્રી સુરેન્દ્રનગરને આવેદનપત્ર તા. ર૮-૧૧-ર૦૧૯ના રોજ 11 કલાકે સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહીને જિલ્લા ના ખેડૂતો અને આગેવાનો દવારા આવેદનપત્ર આપી માંગણી અને રજૂઆત કરવા માં આવશે અને જિલ્લા ના તમામ તાલુકા મા થી ખેડૂતો હાજર રહેવા ખેડૂત આગેવાનો દવારા આપીલ કરવા આવી રહી છે.

(1:04 pm IST)