Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોરબીના વાવડી ગામ નજીક જુગાર રમતા ચાર પકડાયા

પંચાસરમાં વાડીની ઓરડીમાંથી ૭૧ બોટલ દારૂ પકડાયો

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)(૨૨.૧૭)

મોરબી,તા.૨૭: મોરબી એ ડીવીઝન પોલીસે વાવડી ગામ નજીક આવેલ બંજરગ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઈ વી.કે.ગોંડલીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સિદ્ઘરાજભાઈ લોખીલને મામેલ બાતમીના આધરે મોરબી વાવડી ગામ પાસે બજરંગ સોસાયટી નજીક ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસિયાણી, માત્રાભાઈ ચોથાભાઈ બતાળા, કલ્પેશભાઈ ગોવિંદભાઈ ભારવણીયા અને ચેતનભાઈ ખોડજીભાઈ પડસુબીયાને રોકડ રકમ રૂ.૧૯,૦૬૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ મોરબી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર ગામની સીમમાં આવેલ અશોકસિંહ જગતસિંહ ઝાલાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે એલ.સી.બી. ટીમે દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૧ કીમત રૂ.૨૨,૦૦૦ સાથે આરોપી અશોકસિંહ હાજર મળી આવતા તેને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(

(1:03 pm IST)