Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ધોરાજી યાર્ડમાં ૧૬૩૪૦ ગુણી મગફળીની આવક

માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા ભાજપના પ્રમુખનો સતત પડાવથી વિવાદ સર્જાયોઃ અભણ ખેડૂતોને વાહ રે હું યાર્ડમાં રહું છું કોઇ અંગત સ્વાર્થ નથી...રમેશ મકાતી

ધોરાજી,તા.૨૭: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ૧૬૩૪૦ ગુણી મગફળીની આવક થઈ છે આ બાબતે ખેડૂતોને ખોટી લાઈનમાં ઉભુ રહેવું પડે એ માટે ધોરાજી ડેપ્યુટી કલેકટર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને મગફળી નું પરીક્ષણ ભેજ માપી પછી જ મગફળીની ખરીદી કરવામાં આવે છે

ધોરાજી માર્કેટીંગ યાર્ડ મા ૧૬૩૪૦ ગુણી મગફળીની આવક થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી

સમયે ધોરાજી માર્કેટ યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી એ જણાવેલ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ૧૬૩૪૦ ગુણી મગફળીની આવક થઇ છે આ બાબતે ખેડૂતોને કોઈ પણ જાતની હાલાકી ન ભોગવવી પડે તે માટે ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મીયાણી વિગેરે અધિકારી દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ખેડૂતોને કે લાઈનમાં ઉભુ રહેવું પડે તે બાબતે ઓનલાઇન સિસ્ટમથી ખરીદી ચાલુ છે અને ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારે મગફળીની ખરીદી કરવામાં આવી છે તે પ્રમાણે મગફળી નું પરીક્ષણ ભેજ વિગેરે આપવામાં આવે છે બાદ સરકારના નિયમ અનુસાર નમુનો પાસ થાય પછી જ મગફળીની ખેતી કરવામાં આવે છે

ગુજરાત સરકારના મગફળી ખરીદી બાબતે ધોરાજી ખાતે ચાલતું પરીક્ષણમાં અધિકારીએ જણાવ્યું કે મગફળી ના નમુના ખૂબ જ સારા આવે છે અને જે પ્રકારે ખેડૂતોએ વાવેતર કર્યુંઙ્ગ છે એ પ્રકારે જ મગફળીનું ઉત્પાદન પણ થયું છે અને વરસાદને કારણે મગફળી ઉપર વરસાદ પડ્યો છે તે ઉપરથી કાળી છે પરંતુ માંડવી ના દાણા ચોખા છે અને સારા છે ધોરાજીમાં કોઈ નમૂના ફેલ થયા નથી કેમ સરકારી અધિકારી એસ માં આવેલું હતું

ધોરાજી માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં જ તાલુકા ભાજપના પ્રમુખઙ્ગ રમેશભાઇ મકાતી સતત યાર્ડમાં રહેતા હોય અને વારંવાર અધિકારીઓ સાથે તેમજ કર્મચારીઓ સાથે ખલેલ પહોંચાડતા હોવાની ફરિયાદો ઊભી થઈ હતી અને કર્મચારીઓને ખોટી રીતે દબાણ કરતા હોવાની પણ ફરિયાદ સાંભળવા મળી હતી

આ બાબતે તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ મકાતી નો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે હું ધોરાજી માર્કેટ યાર્ડ ખાતે દરરોજ આવું છું પરંતુ અભણ ખેડૂતો ને માર્કેટીંગ યાર્ડની ઓનલાઈન સિસ્ટમ ની ખબર ન હોય જેથી ખેડૂતોની સહાય કરવા માટે દરરોજ જાઉં છું આ બાબતે મારો કોઇ અંગત સ્વાર્થ નથી.

(12:02 pm IST)