Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

લાઠીના આસોદર મતિરાળા આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળા આરોગ્ય તપાસણીનો પ્રારંભ

દામનગર તા.૨૭ : અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. આર. કે. જાટ ની સુચના થી, ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ આંસોદર અને માલવિયા પીપરિયા માં શાળા આરોગ્ય તપાસણી નો પ્રારંભ થયો છે. આંસોદર માં ઉપસરપંચ શ્રી દ્યનશ્યામભાઈ કાકડિયા તેમજ માલવિયા પીપરિયા માં સરપંચશ્રી ભીખાભાઈ વાદ્યેલા સહિત શાળા સ્ટાફ આશા વર્કર બહેનો આંગણવાડી વર્કર હેલ્પર સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં અગ્રણી ઓ ના વરદહસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ નું ઉદ્દદ્યાટન કર્યું હતું.ઙ્ગ

આ કાર્યક્રમ માં આર.બી.એસ. કે. ટીમ ના ડો. હરિવદન પરમાર , ડો. ચાંદની સોલંકી, કોમલ બેન, અમિતભાઈ અને પુરોહિતભાઈ દ્વારા ઓડિયો વિડિયો ના માધ્યમ થી આરોગ્ય શિક્ષણ આપી, લોકજાગૃતિ માટે શાળા ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. તેમજ શાળા, આંગણવાડીઓ અને આરોગ્ય સંસ્થાઓ ની સફાઈ અને ઔષધીય ગુણ ધરાવતા વૃક્ષો નું વૃક્ષારોપણ કરી સ્વચ્છતા ની શપથ લઈ ડો આર આર મકવાણા દ્વારા વિદ્યાર્થી ઓ ને સારી સુટેવ અંગે અવગત કરાયા હતા અને પર્યાવરણ ની જાળવણી નું ઉમદા કાર્ય કરેલ હતું. આ કાર્યક્રમ માં શાળા ના શિક્ષકો, આરોગ્ય કાર્યકરો, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા.

(12:00 pm IST)