Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોરબીમાં બંધારણ દિને રેલી નિકળી

મોરબીઃ ૭૦માં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે મોરબીમાં કાનુની જાગૃતિ આવે તે હેતુથી મોરબી જિલ્લા કાનુની સેવા સત્ત્।ામંડળ દ્વારા લીગલ અવેરનેશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે જિલ્લા કોર્ટ પરિસરમાં જિલ્લા કોર્ટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ એ.ડી. ઓઝા દ્વારા બંધારણના આમુખનું વાચન કરવામાં આવ્યું હતું અને રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાદ્યેલા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા કાનુની સેવા સત્ત્।ા મંડળના સેક્રેટરી અને નોડલ ઓફિસર આર.કે પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.  બંધારણ દિવસે યોજાયેલ કાયદા જાગૃતિ રેલીમાં પોલીસ વિભાગના કર્મચારીઓ, હોમગાર્ડ, વકીલો, લો કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ, જિલ્લા કાનુની સેવા સત્ત્।ામંડળના અધિકારીઓએ બહોળી સંખ્યામાં હાથમાં પ્લે કાર્ડ અને દેશભકિત ગીતોની સાથે ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી લાલબાગથી શરૂ થઇને નટરાજ ફાટક પુલ પરથી પસાર થઇ વી.સી. હાઇસ્કુલ, ગાંધીચોક, નહેરુ ગેઇટ થી નગરપાલિકા પરિસરમાં પૂર્ણ થઇ હતી.  આ પ્રસંગે જિલ્લાના નિવાસી અધિક કલેકટર કેતન પી. જોશી, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, મામલતદાર ડી.જે. જાડેજા, સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.રેલી નીકળી તે તસ્વીર.

(12:00 pm IST)