Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

વીરપુર જલારામધામમાં રીક્ષા ચાલકની પ્રામાણિકતા

વીરપુરઃ સેવાનો સૂરજ જયાં હમેશાં તપતો રહે છે તેવા સુપ્રસિદ્ઘ યાત્રાધામ વીરપુર જલારામધામમાં રીક્ષા ચાલકની પ્રામાણિકતાનું ઊતમ ઉદાહરણ જોવા મળ્યું. કોળી કિશોરભાઈ ડાભી વર્ષોથી રીક્ષા ચલાવી પોતાના દ્યરનું ગુજરાન ચલાવે છે. માળીયા હાટીના તાલુકાના ગડુ ગામના અભિષેકભાઈ લાખાણી પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે માનતા ઉતારવા માટે વીરપુર આવ્યા હતા. એક રાત રોકાઈને લાખાણી પરિવાર પોતાના ગામ ગડુ પરત જવા માટે વીરપુર રેલવે સ્ટેશન જવા કિશોરભાઈ ડાભીની રીક્ષા ભાડે કરી હતી. જેમા રેલવે સ્ટેશન જવા નીકળ્યો, રેલવે સ્ટેશને ઉતરી અભિષેકભાઈ પોતાના પરિવારના સભ્યો સાથે ટ્રેઈનમાં બેસી ગડુ જવા રવાના થઈ ગયા પરંતુ કિંમતી વસ્તુઓ,ડોકયુમેન્ટ,પૈસા,એટીએમ કાર્ડ,વિઝા કાર્ડ વગેરે જરૂરી ડોકયુમેન્ટ સાથેની એક બેગ રિક્ષામાં જ ભુલથી રહી ગઈ જયારે કિશોરભાઈ ડાભીની નજર પોતાની રિક્ષામાં તે બેગ પર પડતા તેમાં જોયું તો અભિષેકભાઈના કિંમતી ડોકયુમેન્ટ અને પૈસા હતા પણ કિશોરભાઈ ડાભી રિક્ષા માંથી બેગ લઈને રેલવે સ્ટેશનમાં જાય ત્યાંતો રેલ્વે સ્ટેશન માંથી ટ્રેઈન નીકળી ગઈ હતી અને ગડુ પહોંચીને બધી બેગ તપાસતા કિંમતી ડોકયુમેન્ટ સાથેની બેગ નજરે ન આવતા તેમને તે બેગ વીરપુરમાજ ભુલી ગયા હોય તે યાદ આવ્યું હતું ત્યાં રીક્ષા ચાલક કિશોરભાઈ ડાભીએ તેમના સાથી રીક્ષા ચાલક ભાનુભા આહીરને મળતા તેમને અભિષેકભાઈ લાખાણીનો સમ્પર્ક કરી તમારી બેગ સહી સલામત છે તેવું જણાવતા સોમવારના સવારે અભિષેકભાઈ પાછા વીરપુર આવી સમ્પર્ક કરતા કિશોરભાઈ ડાભીએ પોતાના ઘેર 'અતિથિ દેવો ભવઃ' ના સૂત્ર સાથે વીરપુર પોતાની બેગ લેવા આવેલા અભિષેકભાઈને ચા-પાણી પીવડાવી  બેગ સહી સલામત પરત આપતા અભિષેકભાઈ લાખાણીએ રીક્ષા ચાલક કિશોરભાઈનો અને ભાણુભા આહીર તેમજ જલારાબાપાનો આભાર માન્યો હતો.

(11:58 am IST)