Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોરબીઃ પશુપાલકો માટે સ્પેશ્યલ રાહત પેકેજ જાહેર કરવાની માંગણી

મોરબી,તા.૨૭: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે અતિવૃષ્ટિને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે અને માલઢોર માટે નીરણ-ચારો મળતો નથી તેમજ ખોળ કપાસિયાના બેફામ ભાવ અને ચરિયાણના ભાવો વધી ગયા છે આવી સ્થિતિમાં માલધારી પરિવારો પરેશાન થયા છે તેની નજર સામે ઢોર ગાયો, ભેંસો, બકરા, સહિતના પશુધનમાં ભયંકર રોગચાળાના કારણે મોતને ભેટે છે

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના માલણીયાદ ગામે ૨૦ થી ૨૫ દ્યેટાઓના મોત થયા છે અન્ય તાલુકા જિલ્લાઓમાં પણ રોગચાળાને કારણે પશુઓના મોત થયા છે અને માલધારી દ્યર પરિવારને બાજુએ રાખીને પશુધન માટે ખર્ચ કરે છે અતિવૃષ્ટિને કારણે ચરિયાણ ઝેરી બન્યા છે જે ખાવાથી પશુધન મરણને શરણે જાય છે અને પશુપાલકો નિરાધાર બનેલ છે જેથી અતિવૃષ્ટિથી માત્ર ખેડૂત સમાજ જ નહિ પરંતુ પશુપાલકોને પણ ખાસ રાહત પેકેજ આપવાની જરૂરિયાત છે જેથી પશુપાલકોને કેશ ડોલ જેવી સહાય શરુ કરી દેવા માંગ કરી છે

ઇન્ફ્રન્ટ સિદ્ધ પ્રોગ્રામની નવી બેચ

૭ વર્ષના બાળકના શારીરિક, માનસિક,સામાજિક, ભાવનાત્મક અને આદ્યાત્મિક વિકાસ કરવા માટે માતા પિતાની તાલીમનો કોર્સ સારું થશે.જે દંપતીને બાળક ના હોય અને ૭ વર્ષ સુધીનું બાળક હોય એ તમામ માતા-પિતા આ બાળઉછેરની તાલીમ મેળવી શકે છે.

બાળકમાં અકલ્પનિય સુધારા કરવા માટેનો આ રિશી પ્રભાકર દ્વારા તૈયાર કરાયેલો કોર્સ છે. આગામી તા.૨૯ ને શુક્રવારે રાત્રે ૯ થી ૧૦ કલાકે આ કોર્સનું ઇન્ટ્રોડકશન સેશન યોજાશે.જે માટે જોડાવા માંગતા દંપતી એ સ્માર્ટ પેરેન્ટીંગ એકેડેમી, સાગર બાળકોની હોસ્પિટલ,૧૨ શકિત પ્લોટ, મોરબી ખાતે નિયત સમયે ઉપસ્થિત રહેવા ડો. બોડાની યાદી જણાવે છે.

સૈન્યમાં જોડાવા માટે તાલીમવર્ગ

ભારતીય સૈન્યમાંઙ્ગ સૈનિક કક્ષાની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેઙ્ગ પોલીસ ગ્રાઉન્ડ, જામનગર ખાતે શાખા ભરતી કાર્યાલય જામનગર દ્વારા ભરતી રેલીનું આયોજન કરાયું હતું.

આ રેલીમાં જે ઉમેદવારોએ મેડીકલ પરીક્ષણ પાસ કરેલ છે અને લેખિત પરીક્ષામાં બેસવા માટેના એડમીટ કાર્ડ મેળવેલ છે, તેઓની લેખિત પરીક્ષા સંભવતૅં જાન્યુઆરી ૨૦૧૯માં યોજાનાર છે. એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો લેખિત પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ૧૫ દિવસના, બિનનિવાસી તાલીમ વર્ગનું (વિના મૂલ્યે) ઙ્ગઆયોજનકરવામાં આવશે. આ તાલિમ વર્ગમાં જોડાવા માટે મોરબીઙ્ગ જિલ્લાના એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારોએ તા. ૦૭ ડિસેમ્બર સુધીમાં એડમીટ કાર્ડની નકલ સાથે રોજગાર વિનિમય કચેરી, નવું સેવા સદન, રૂમ નં. ૨૧૪, સો-ઓરડી વિસ્તાર, મોરબી ( ફોન નં. ૦૨૮૨૨ ૨૪૦૪૧૯) નો રૂબરૂ સંપર્ક કરવો તેમ જિલ્લા રોજગાર અધિકારી- મોરબીની યાદીમાં જણાવાયું છે.

(11:53 am IST)