Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

દડવીમાં પત્નિ સાથે ઝઘડો થતાં માનસિંગ ઝેર પી ગયો

રાજકોટ તા. ૨૭: જામકંડોરણાના દડવી ગામે રહેતાં માનસિંગ ગેદાલભાઇ ભરજોડ (ઉ.૩૨) નામના યુવાને ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. આ યુવાન મુળ સંતરામપુર દાહોદનો વતની છે અને હાલ દડવીમાં નરસીભાઇની વાડીમાં પત્નિ, પરિવાર સાથે રહી મજૂરી કરે છે. પતિ-પત્નિ વચ્ચે કોઇ બાબતે ચડભડ થતાં તેણે ઝેર પી લીધું હતું.

ઘંટેશ્વરના ભારતીબેને ઝેર પીધું

ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં રહેતાં ભારતીબેન દિનેશભાઇ દલસાણીયા (ઉ.૪૦)એ રાતે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

યુવાને હોટેલમાં ઝેર પીધું

સેટેલાઇટ ચોક સંત કબીર રોડ પર આવેલી બંસી હોટલમાં રહેતાં સુધીર રાજારામ શ્રીવાસ્તવ (ઉ.૨૦)એ ઝેર પી લેતાં સિવિલમાં ખસેડાયો હતો.

(11:48 am IST)