Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ભાવનગરમાં સગર્ભાનો ઝેરી દવા પી આપઘાત

ત્રણ દિ' પહેલા પતિ સાથે ઝઘડો થતા માઠુ લાગી આવ્યું: ૯ મહિના પહેલાં લગ્ન થયેલા

ભાવનગર તા. ર૭: ભાવનગરમાં નવ મહિલા પહેલા લગ્ન કરનાર સગર્ભા પરણીતા એ ઝેરી દવા ગટગટાવી આપઘાત વહોરી લીધાનો બનાવ બનવા પામ્યો છે.

વિગતો મુજબ શહેરનાં સિદસર-શામપરા ગામે રહેતાં નરેશભાઇ રાણાભાઇ ચૌહાણનાં પત્ની હેતલબેન ઉ.વ. ર૦ એ તેણીનાં ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી છે મૃતક હેતલબેનનાં લગ્ન નવ મહિના પહેલા જ થયા હતા અને તેણી સાડાચાર માસનો ગર્ભ ધરાવતી હતી. ત્રણ દિવસ પહેલા પતિ સાથે કોઇ બાબતે બોલાચાલી થયા બાદ માઠું લાગતાં ઝેરી દવા પી લીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત

સિહોર તાલુકાનાં ધ્રુપકા ગામે રહેતી રમાબેન દિનેશભાઇ રાઠોડ ઉ.વ. ૩પ બાઇક સ્લીપ થઇ જતાં અકસ્માતે રોડ પર અટકાતાં ગંભીર ઇજા થતાં હોસ્પીટલ ખસેડાયેલ જયાં તેનું મોત નિપજયું હતું.

(11:43 am IST)