Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સાસણ લાયન હોસ્પિટલમાં બિમારીમાં પટકાયેલ માનવભક્ષી દિપડાનું મોત

રાજકોટ, તા. ર૭ : વિસાવદર રેન્જના કુટિયા રાઉન્ડમાં ઝડપાયેલ દીપડાનું સાસણ લાયન હોસ્પિટલ સાસણ ખાતે આજે મૃત્યુ થયું હતું. વિસાવદર રેન્જમાં માનવ ભક્ષી દીપડાઓને ઝડપી લઇ સાસણ ખાતે બંધક બનાવાયા હતા.

તેમાં એક ૧૧ થી ૧ર વર્ષની દીપડો બિમાર જણાતા સાસણ લાયન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યાં આજે તેનું મૃત્યુ થયું હતું.

સીસીએફ, ડી.ટી. વસાવડાના જણાવ્યા પ્રમાણ આ દીપડો માણસો ઉપરા હુમલામાં સામેલ હતો અને પકડયા બાદ, બીમારીમાં પટકાતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું મૃત્યુ થયું હતું.  પોસ્ટમોર્ટમ રીપોર્ટમાંૈ મૃત્યુનું કારણ બહાર આવશે.

(11:38 am IST)