Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જુનાગઢમાં માસુમ બાળાને કોરોનાની શંકાઃ રિપોર્ટની પ્રતિક્ષા

શંકાસ્પદ લક્ષણો જણાતા સિવીલના આઇસોલેશનમાં: લોકડાઉનના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે ધસારો

 જુનાગઢ તા. ર૭ : જુનાગઢ સીવીલના આઇસોલેશન વોર્ડમાં આઠ વર્ષની માસુમ બાળકી હજુ સારવાર હેઠળ છે કોરોનાની આશંકા વચ્ચે આ બાળકીના લોહીના નમુનાના રિપોર્ટની પ્રતિક્ષા થઇ રહી છ.ે

સોરઠમાં અને ખાસ કરીને હજુ સદનસીબે કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી પરંતુ એક આઠ વર્ષની બાળકી સરકારી હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમા સારવાર હેઠળ છ.ે

આ માસુમના પિતા તાજેતરમાં જ દિલ્હીથી આવેલ તેથી બાળકીને કોરોના હોવાની શંકાને લઇ સઘન સારવાર આપવામાં આવી રહી છે.

જો કે આ બાળકીના લોહીના નમુના પૃથ્થકરણ માટે ભાવનગર મોકલવામાં આવેલ છે જેણે રિપોર્ટ આવ્યેથી બાળકીની સ્થિતી અંગે ખબર પડશે.

બીજી તરફ આજે ૧૪ એપ્રિલ સુધીના લોકડાઉનો ત્રીજા દિવસ છે જુનાગઢમા આજે પણ સવારથી લોકો દુધા, શાકભાજી, કરિયાણાની ખરીદી માટે પડાપડી કરતા જોવા મળ્યા છે.

લોકડાઉનને લઇ મોટાભાગના લોકો કંટાળી ગયા હોય હવે મીત્રો-સગા સંબંધીઓ વગેરે સાથે વિડીયો કોલીંગ શરૂ કરેલ છે લોકડાઉનના કારણે કેટલાક લોકોની શારીરીક સ્થિતી પણ અસ્ત વ્યસ્ત છે.

(3:25 pm IST)
  • રિઝર્વ બેન્કે આપણી અર્થ વ્યવસ્થા સુરક્ષિત રાખવા માટે મોટા પગલા લીધા : નરેન્દ્રભાઈ : કોરોના વાયરસની અસરથી આપણી અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા આજે રિઝર્વ બેન્કે મોટા પગલાઓ લીધા છે : આ જાહેરાતોથી લિકવીડીટીમાં સુધારો થશે, ફંડની કિંમતો ઘટશે જેનાથી મધ્યમ વર્ગ અને ધંધાને મદદ મળશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી access_time 4:18 pm IST

  • પ્લીઝ,ધાર્મિક સ્થળોએ ભીડ નહીં કરતા : શિવાનંદ ઝા : ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં એકત્ર નહીં થવા પોલીસ વડાનો આદેશ access_time 8:07 pm IST

  • કચ્છમાં ક્વોરન્ટાઈન સેન્ટરની હાલત ખરાબ:બેડ પર ગાદલાની પણ નથી વ્યવસ્થા :ભુજ-ગાંધીધામમાં વોર્ડ કરાયા છે શરૂ :યોગ્ય ભોજન વ્યવસ્થાનો છે અભાવ : કવોરન્ટાઈન લોકો દ્વારા કરાઈ ફરીયાદ access_time 10:37 pm IST