Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ભાવનગરમાં ૧૪ પોલીસ કર્મચારીઓ હોમ કવોરેન્ટાઇન

''કોરોના''ના દર્દી સાથે સંપર્કમાં આવતા ૧૪ દિવસ સુધી પોતાના ઘરમાં જ નિરીક્ષણ હેઠળ રખાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર૭ :  ભાવનગરમાં ૧૪ પોલીસ કર્મચારીઓને હોમ કવોરેન્ટાઇન કરાતા ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરમાં ગઇકાલે દિલ્હીથી આવેલ એક દર્દીનું ''કોરોના'' થી મોત થતા ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે દર્દીના સંપર્કમાં આવેલા ભાવનગરના ૧૪ પોલીસ કર્મચારીઓને હોમ કોરેન્ટાઇન કરાયા છે.

ભાવનગરમાં મૃતક અને પોઝીટીવ દર્દીના સંપર્કમાં એક એએસઆઇ સહિત ૧૪ કર્મચારીઓ આવ્યા હતા. જેને પોતપોતાના ઘરે હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

(3:24 pm IST)