Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જામનગરથી ધ્રોલ આવતા પરપ્રાંતિય શ્રમિકો માટે ચાર બસોની વ્યવસ્થા તંત્રે કરી આપી

ધ્રોલ,તા.૨૭: ગુજરાત બહારના પરપ્રાંતના શ્રમિકો  હાલ કોરોનાના કહરને હતા. આવા શ્રમિકો જામનગરથી ધ્રોલ તરફ આવી રહેલ હોવાની જાણ નગરપાલીકાના પ્રમુખ એન.ડી.ચુડાસમા તથા ચીફ ઓફીસર ધર્મેશ ગોહેલેને તથા તેઓએ આ પગપાળા ચાલીને જતાં તમામ મજુરોને ધ્રોલ ખાતે સેવાભાવી સંસ્થાઓના સહકારથી ધ્રોલ ખાતે લાવવામાં આવેલ તેમજ તેમને જમવાની વ્યવસ્થા પણ કરેલ.

પરપ્રાંતના આ ૩૦૦ જેટલા મજુરોને તેમના વતન તરફ જવા માટેની વ્યવસ્થા કરવા માટે વહીવટી તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવતા પ્રાંત અધિકારી એચ.પી.જોષી મામલતદાર આર.એસ.હુણ, પી.એસ.આઇ સી.એમ.કાટેલીયા સહિત પોલીસ સ્ટાફ તથા એસ.ટીના ડેપો મેનેજર શેખ તથા એસ.ટીના પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ મજુરોને જવા માટે ચાર એસ.ટી બસોની વ્યવસ્થા કરી આપવામાં આવેલ.

આ તમામ મજુરોને ધ્રોલના હર્બલ હેલ્થ સેન્ટરના કર્મચારીઓ દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવેલ તેમજ એસ.ટીના સફાઇ કર્મચારી દ્વારા આ બસોને તાત્કાલીક સેનીટાઇઝ કરીને સહકાર આપેલ હતો. તેમજ આ ૩૦૦ જેટલા મજુરોને જમવા માટે બુંદી, ગાંઠીયા તથા ચવાણાના પેકેટો આપવામાં આવેલ હતા.

આ પગવાળા જતા શ્રમિકો અંગે તેઓને તેમના વતન પરત જવા માટેની નગરપાલીકા તથા વહીવટી તંત્રના અધિકારીઓની મદદ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી.

(1:01 pm IST)