Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા પાંચ હજાર જરૂરતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ

કોરોના માટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં એક લાખ રૂ. આપ્યા

(ભુજ) કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં જરૂરતમંદ પરિવારોને મદદરૂપ બનવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા કરાયેલી અપીલને ધ્યાને લઈને મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા જરૂરતમંદ પરિવારો માટે ૫ હજાર રાશન કીટનું વિતરણ હાથ ધરાયું છે. લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ હોઈ આ રાશન કીટ રોજનું કમાઈ રોજ ખાનારા શ્રમજીવી પરિવારોને મુશ્કેલી પડતી હોઈ આ રાશન કીટ આવા પરિવારોને અપાશે. આ ઉપરાંત સાંસદ શ્રી ચાવડાએ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં એક લાખનું અનુદાન આપ્યું છે. તો, પોતાની ગ્રાન્ટ માંથી તેમણે મોરબી, માળીયા, કચ્છ ના તાલુકા મથક તેમ જ શહેરી વિસ્તારોમાં પોતાની ૧ કરોડ રૂપિયાની ગ્રાન્ટ કોરોના માટે ફાળવી છે.

(12:32 pm IST)