Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ધોરાજીમાં રાત્રિના ૩૦૦ થી વધુ વતન આવેલા લોકોને દવા અપાઇ

ધોરાજીઃ લોકડાઉનને પગલે જે ગામ્ય વિસ્તારોમાંથી મહાનગરોમાં રોજીરોટી માટે ગયેલ લોકોની હાલત કફોડી થયેલ છે હોટલો, લોજીંગો બંધ છે પગાર થતા નથી જેથી રત્ન કલારો મજુરો નોકરીયાતો પૈકી ધોરાજી પંથકના લોકો માદરે વતન પરત આવ્યા છે જેથી સરકારી હોસ્પીટલ ખાતે આખી રાત ઓપીડી ચાલુ રખાય ૩૦૦ થી વધારે લોકો રાત્રે આવ્યા હતા. રસ્તામાં વરસાદ હોઇ બીમાર થયેલ લોકોને રાત્રેથી સવાર સુધી ૩૦૦ થી વધારે લોકોને સરકારી હોસ્પીટલના ડોકટર અને સ્ટાફે તપાસી દવાઓ આપેલ હતી (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા)

(11:51 am IST)