Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ભાવનગરમાં કોરોનાએ ભોગ લીધેલ મૃતકના પરિવારજનો કવોરેન્ટાઇન

તળાજામાં શ્વાસોશ્વાસની તકલીફ થતા મહિલા ભાવનગર સારવારમાં : નેપાળ - કન્યાકુમારીથી તળાજામાં વધુ ૯ વ્યકિતઓ આવ્યા : સેવાભાવીઓ દ્વારા સેવાકાર્યોનો ધમધમાટ

ભાવનગર તા. ૨૭ : ભાવનગરના સાંઢીયાવાડ નજીક જોગીવાડની ટાંકી પાસે રહેતા ૭૦ વર્ષીય વૃદ્ઘનું કોરોના વાયરસના કારણેઙ્ગ મૃત્યુ થયું હતું. હૃદયમાં તકલીફ હોવાના કારણે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જયાં તેમનુંમોડી રાત્રે મોત થયું હતું.આ દર્દીનો કોરોના અંગેનો રિપોર્ટ સવારે આવ્યો હતો જે પોઝિટિવ હતો.ભાવનગરમાં કોરોનાને કારણે દર્દીનું મોટ નિપજતા તંત્રમાં દોડધામ મચી છે.

ભાવનગર શહેર નાઙ્ગ જોગીવાડની ટાંકી નજીક રહેતા આ વૃદ્ઘ માર્ચના પ્રથમ સપ્તાહ બાદ બે દિવસ માટે દિલ્હી ગયા હતા અને પરત ફર્યા બાદ તંત્રએ તેમની પ્રાથમિક તપાસ અને હોમ કવોરંટાઇન માટે રાખેલા હતા.જો કે બાદમાં તેમને હદયની તકલીફ થતા હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા હતા,જયાં તેમણે ગત રાત્રીના અંતિમ શ્વાસ લીધા હતા.તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટ આજે સવારે આવ્યો હતો.

કોરોના વાયરસના કારણે દર્દીનું મૃત્યુ થતા જ તંત્ર હરકતમાં આવ્યું છે અને મૃતકના પરિવારજનોને તાત્કાલિક અસરથી કવોરંટાઇન કરવામાં આવ્યા છે, આ ઉપરાંત સરકારી ગાઈડલાઈન મુજબ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી, કાર,પ્લેનના પ્રવાસન૮ ડિટેઇલ,છેલ્લા ૧૫-૧૭ દિવસોમાં તેમની મુલાકાત લેનાર વ્યકિતઓની વિગત મેળવી તેમને કવોરંટાઇન અને જરૂરી સારવાર સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બુધવાર સુધીમાં સુધીમાં ભાવનગરમાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો ન હતો,જયારે અચાનક જ એક વ્યકિતનું મોત નીપજતા સરકારી તંત્રમાં હડકંપની સ્થિતિ સર્જાઈ છે.

તળાજામાં ૮૦ ટકા જેટલું લોક ડાઉન જોવા મળ્યું. તેની વચ્ચેઙ્ગ શહેરના છેવાડે આવેલ સોસાયટી ની મહિલા ને શ્વાસોશ્વાસ ની તકલીફ અચાનક વધી જતાં ભાવનગર જવાની ડોકટરે સલાહ આપી હતી. નગરના મુખ્ય માર્ગને પાણીથી સફાઈ કરવામાં આવી હતી. તો નેપાળ અને કન્યા કુમારી યાત્રા કરી આવેલ લોકોને આરોગ્ય વિભાગ દ્વારા તપાસવામાં આવ્યા હતા.

સુરત ધંધા રોજગાર માટે સ્થાઈ થયેલ ઉના તરફ ના હજારો પરિવારો આજે શેહરની ભાગોળે મહુવા ચોકડી પર રઝળતા જોવા મળેલ હતા. આથી ત્યાં આવેલ લકઝરી ની ઓફિસો અને બસ ના માલિકો દ્વારા તળાજા પો.ઇ.ગમારા ની મદદ લઇ સંકલનકરી નાસ્તો કરાવી મફતમાં ઉના તરફ બસોભરીને મોકલી આપી માનવતા મહેકાવી હતી.

ઙ્ગ શહેરના સરતાનપર રોડ પર આવેલ મઢુલી ગ્રૂપના હિન્દૂ મુસ્લિમ યુવકોના બનેલ ગ્રૂપ દ્વારા શહેરની હોસ્પિટલો, રસ્તે જતા ભૂખ્યા લોકો અને ગામમથી કિઈનો ફોન આવેતો ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવીછે. આગામી દિવસોમાં પણ જેને જરૂર હોય ભોજન ટિફિનની તો અલાઉદ્દીનભાઈ દસાડીયા ના મો. ૯૫૧૨૧ ૩૯૭૯૭ ઉપર સંપર્ક કરી શકે છે.પચાસ જેટલા યુવકો ટિફિન પહોંચાડવા ત્યાર હોવાનું ગ્રુપના સેવાભાવી યુવકોએ જણાવ્યું હતુ.સદ્ભાવના કમિટી દ્વારા કાચું રાશનની કીટ આપવામાં આવી છે.તો આરાધ્યા સ્કુલમાં સંચાલક વૈભવ જોશી દ્વારા ઝૂંપડ પટ્ટી માં રહેતા બાળકોને નાસ્તો દરરોજ પૂરો પાડવાની જાહેરાત કરવામાં આવી છે.

શાકમાર્કેટના વિભાજનને લઈ શાક બકાલા અને ફ્રુટના વેપારી અસમંજસમાં હોઈ સવારે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. એક કમિટી બનાવવામાં પણ ભાજપ કોંગ્રેસનું રાજકારણ ખેલવાની વાત આ કપરા સમયમાં પણ ટીકાપાત્ર બની હતી.

પાલિકાના ફાયર વિભાગે શહેરમાં મુખ્ય માર્ગોપર પાણીંછાટી વાયરસ મુકત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કન્યાકુમારી અને નેપાળથી આવેલા યાત્રિકોને કોરોન્ટાઈન જાહેર કરી કાળજી લેવામાં આવશે તેમ બ્લોક હેલ્થ ઓફિસર ડો.નિલેશ ગોધાણી દ્વારા જણાવવામાં આવેલ છે.

(11:49 am IST)