Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જામનગરઃ મહાનગરપાલિકાના તમામ સભ્યો એક માસનું માનદ વેતન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશેઃ હસમુખભાઇ જેઠવા

કોરોના વાયરસ અંગે તકેદારી રાખવા મેયરની અપીલ

જામનગર તા. ર૭ :.. જામનગર મહાનગરપાલિકાના તમામ સભ્યો એટલે કે શાસક પક્ષ અને વિરોધ પક્ષ કોરોના સામેની લડાઇમાં એક છે અને વિરોધ પક્ષ નેતા સાથે થયેલ ચર્ચા અન્વયે શાસક પક્ષ તથા વિરોધ પક્ષના તમામ સભ્યો સામાજીક અને નૈતિક જવાબદારીના ભાગરૂપે એક માસનું માનદ વેતન કોરોના સામેની લડાઇ અન્વયે મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં આપવાનું જાહેર કરવામાં આવેલ છે.

વૈશ્વિક મહામારી કોરાના વાયરસ અન્વયે ભારતમાં તકેદારી માટે માન. વડાપ્રધના શ્રી સમગ્ર ભારત ર૧ દિવસના લોકડાઉન અન્વયે શહેરના શહેરીજનોને અપીલ કે, જામનગરમાં  સદ્ભાગ્ય છે કે, હજુ સુધી કોરોનાનો પોઝીટીવ કેસ ડીટેકટ થયેલ નથી. જેથી આ રોગનો જામનગરમાં પગપેસારો ન થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સઘન પગલા લેવાઇ રહ્યા છે. સઘન સફાઇ તથા જંતુનાશક દવાન છંટકાવની કાર્યવાહી પણ સાથો સાથ ચાલુ છે. શહેરીજનો જયારે કચરાની ગાડી આવે ત્યારે તેમાં કચરો નાખે અને શેરી - ગલીમાં કે રોડ ઉપર જયાં ત્યાં કચરો ફેંકે નહી તેવી અપીલ કરવામાં આવે છે. વધુમાં શહેરીજનોને ઘરમાં જ રહેવા નમ્ર અપીલ કરવામાં આવે છે. આપનો સહકાર અને તકેદારીથી આપણે આ રોગ સામે રક્ષણ મેળવી શકીશું. અને કોરોના સામેની લડાઇમાં આપણે સફળ થઇશું.

મેયર હસમુખભાઇ જેઠવા, ડે. મેયરશ્રી કરશનભાઇ કરમુર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન શ્રી સુભાષભાઇ જોષી, શાસક પક્ષ નેતા શ્રી દિવ્યેશભાઇ અકબરી, શાસક પક્ષ દંડક શ્રી જડીબેન સરવૈયા વિરોધ પક્ષ નેતા અલ્તાફભાઇ ખફી દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.

(11:48 am IST)