Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ધારાસભ્ય પીરઝાદાએ ૧પ લાખની ગ્રાન્ટ -વાંકાનેર-કુવાડવાની હોસ્પીટલ માટે ફાળવી

વાંકાનેર તા. ર૭: વાંકાનેર-કુવાડવા વિસ્તારના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ વર્ષ ર૦ર૦-ર૦ર૧ ના વર્ષની પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે ફાળવાતી ગ્રાન્ટમાંથી રૂ. પંદર લાખની ગ્રાન્ટ વાંકાનેર અને કુવાડવાની સરકારી હોસ્પીટલ માટે ફાળવી એક સારા કાર્ય માટે ગ્રાન્ટ ફાળવ્યાની ખુશી ધારાસભ્યશ્રી પીરઝાદાના મુખ ઉપર જોવા મળી હતી.

તેઓએ વિગત આપતા જણાવેલ કે, વાંકાનેરની સરકારી હોસ્પીટલ માટે દસ લાખ અને કુવાડવાની સરકારી હોસ્પીટલ માટે પાંચ લાખ આમ બન્ને મળી રૂ. પંદર લાખની ગ્રાન્ટ ઉપરોકત બન્ને હોસ્પીટલ ફાળવવા જીલ્લા આયોજન અધીકારીશ્રીને પત્ર પાઠવી વર્ષ-ર૦ર૦-ર૦ર૧ના વર્ષની ગ્રાન્ટમાંથી હોસ્પીટલના જરૂરી વિકાસ-સાધનો કે સામગ્રી માટે આ ગ્રાન્ટની કાર્યવાહી ઝડપથી આગળ ધપાવવા જણાવ્યું છે.

વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારીમાં આરોગ્ય ક્ષેત્રમાં ઉપયોગી હોસ્પીટલને ગ્રાન્ટ ફાળવવી જરૂરી જણાતા તેઓએ તુરત નિર્ણય કરી રૂ. પંદર લાખની ગ્રાન્ટ ફાળવી હોવાનું જણાવ્યું છે.

(11:41 am IST)