Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જલારામ મંદિર ખાતે સદાવ્રત દ્વારા ફૂડ પાર્સલ શરૂ

મોરબી,તા.૨૭: કોરોના કહેરને લોકડાઉન જાહેર કર્યુ છે ત્યારે સમાજના નબળા તેમજ ગરીબ વર્ગના લોકો ભૂખ્યા ના રહી જાય, રોજનું કમાઈને ખાતા લોકો પાસે આવકનો કોઈ સ્ત્રોત ના હોય જેથી જઠરાગ્નિ તૃપ્ત કરવો નો ગંભીર પ્રશ્ન ઉદભવ્યો છે. તેથી મોરબી જલારામ મંદીર ખાતે ચાલતા સદાવ્રતના માધ્યમથી ગુરુવારે સાંજથી ભકતજનો માટે પ્રસાદ સ્વરૂપે ફુડ પાર્સલ આપવામા આવશે. સર્વજ્ઞાતિય કોઈ પણ સભ્ય ફુડ પાર્સલ મેળવી શકશે. પાર્સલ સાંજે ૬ થી ૮ દરમિયાન અર્પણ કરવામા આવશે તેમજ દરેક ભકતજનો વચ્ચે ૩ મીટરના અંતરે આપવામા આવશે જેની સર્વેએ નોંધ લેવી.

રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ દ્યેલાણી જણાવ્યુ કે સરકાર ઙ્ગદ્વારા આપવામા આવેલ સુચનાઓનુ દરેક નાગરિકો ચુસ્તપણે પાલન કરે અને સામાજીક અંતર જાળવે, કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય તો મોરબી જલારામ પ્રાર્થના મંદિરના કોઈ પણ કાર્યકર્તાનો સંપર્ક કરવો. સંસ્થા દ્વારા તંત્રના સહકારથી શકય તેટલી મદદ પુરી પાડવામા આવશે. તેમ શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવ્યું છે.

(11:39 am IST)