Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ગોંડલના ઉમવાડા ચોકડીએ ગર્ભવતી મહિલાની વહારે નગરપાલિકા તંત્ર અને સેવાભાવીઓ દોડી ગયા

માળીયામીંયાણાની ગર્ભવતી મહિલા રાજકોટ હોસ્પિટલમાં ચેકઅપ કરાવી છૂટક વાહનમાં બેસી માંડ માંડ ગોંડલ પહોંચી હતી

 ગોંડલ તા. ૨૭ : કોરોનાવાયરસની આપત્તિના પગલે જનજીવન ટ્રસ્ટ થયું છે ત્યારે માળીયામીયાણા અને ગર્ભવતી મહિલા રાજકોટ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યા બાદ પરત ઘરે જઈ રહી હતી ત્યારે અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને ગોંડલ પહોંચતા નગર પાલિકા તંત્ર અને સેવાભાવીઓ તેના વહારે પહોંચ્યા હતા મહિલાને તાકીદે તેના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી સરાહનીય કાર્ય કર્યું હતું.

માળીયામીયાણા ગામે રહેતા સિસોદિયા દોલુભાઈ ના પત્ની સાત માસથી ગર્ભવતી હોય રાજકોટ મેડિકલ સારવાર માટે પહોંચ્યા હતા પરંતુ પરત ફરતી વેળાએ કોઈ વાહન ન મળતા છૂટક વાહનમાં બેસી ગોંડલ ઉમવાડા ચોકડી એ પહોંચ્યા હતા.

ઘટનાની જાણ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા સદસ્ય કૌશિકભાઇ પડારીયા કિશોર યુવક મંડળ પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા અને ગૌ સેવક ગોરધનભાઈ પરવડા સહિતનાઓની થતા ઉમવાડા ચોકડી ખાતે દોડી ગયા હતા દંપતીને સાંત્વના આપી નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફત ગર્ભવતી મહિલા અને તેના પતિને પોતાના ઘરે પહોંચાડી સરાહનીય કાર્ય કર્યું હતું.

(11:34 am IST)