Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

હળવદ પોલીસે બસ દ્વારા પગપાળા જતા શ્રમજીવીઓને આગળ પહોંચાડયા

હળવદઃ હાલ માં કોરોના વાયરસે માથું ઊંચકયું છે તેવા માહોલ વચ્ચે મોરબી અને કચ્છ ના કારખાનાઓ માં કામ કરતા શ્રમજીવીઓ એ માદરે વતન જવા પગપાળા જઇ રહ્યા છે મજૂરો સાથે તેમના નાના નાના ભૂલકાઓ અને વડીલો પણ ખૂબ જ તકલીફ પાડવા છતાં પોતાનો જીવન જરૂરી સામાન લઈને પગપાળા કરતા હોય ત્યારે હળવદ નીઙ્ગ દ્યનશ્યામ પરોઠા હાઉસ અને આશાપુરા હોટલ ખાતે ભોજન ની વ્યવસ્થા કરી આપી હોઈ ત્યારબાદ તંત્ર ને આ વાત ની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાદ્યેલા ની સૂચના થી પોલીસ ની બસો દ્વારા ચાલીને જતા શ્રમજીવીઓ ને આગળ ની મંજિલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે ચાલીને જતા શ્રમજીવીઓ એ રાહત નો શ્વાસ લીધો હતો એ વેળાએ તમામ શ્રમજીવીઓ નું મેડિકલ ચેકઅપ ડો.કૌશલ પટેલ કર્યું હતું અને પત્રકાર સંદ્ય પણ મિત્ર વર્તુળ સાથે સેવા કાર્ય માં મિત્રો સાથે જોડાયા હતા અને હળવદ પી.આઈ સંદીપભાઈ ખાંભલા અને હળવદ પોલીસ સ્ટાફ એ મહેનત કરી અને સર્વે વ્યવસ્થા કરી હતી.(દીપક જાની.હળવદ)

(11:30 am IST)