Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ગારીયાધારના સેવાભાવીઓની જહેમતથી ર૬ યુવાનો વતન પહોંચ્યા :

 ગારીયાધાર : શહેર લોકડાઉન થઇ જતાં સુરતથી રવિવારે નિકળેલા ર૬ યુવા રત્નકલાકારો ગારીયાધાર ત્રીજા દિવસે પહોંચ્યા હતાં. જેમને ગારીયાધારના સેવાભાવી લોકો દ્વારા ભોજન કરાવી વાહનની વ્યવસ્થા કરી આપી ઉના હેમખેમ પહોંચ્યા હતાં. સુરતથી રવિવારના રોજ જનતા કફર્યુના દિવસે ર૬ યુવાનો પોતાના વતન ઉના માટે નિકળી પડયા હતાં. જે યુવાનોને બંધના પગલે સુરતથી નિકળેલા વાહન દ્વારા ગઢડા નજીકના ગામે ઉતારી દેવાયા હતાં. બાદમાં પોલીસની બીકથી એકપણ વાહન ચાલક ઉના ગામે આવવા તૈયાર ન થતાં કયાંક ગામડાઓના છકડામાં તો કયારેક પગપાળા ત્રીજા દિવસે ગારીયાધાર આવી પહોંચ્યા હતાં. તમામ યુવાનોને મુશ્કેલીમાં જોઇ ગારીયાધારના સેવાભાવી સંજયભાઇ ગોરસીયા, ભાવેશભાઇ ગોરસીયા, નરેશભાઇ વાયરમેન, મુકેશભાઇ સવાણી અને વિજયભાઇ નથવાણી દ્વારા જહેમતો ઉઠાવી તમામને ગારીયાધાર બજરંગદાસબાપા આશ્રમ ખાતે લઇ જઇ ભોજન કરાવી. અને વાહનોની વ્યવસ્થા કરી આપી હતી. તેમજ ગારીયાધાર પોલીસના પીએસઆઇ એમ. પી. પંડયાના સહકારથી પોલીસની મંજૂરીના દાખલ સાથે ગઇકાલે રાત્રીના આ ર૬ યુવાનોને ઉના ગામ જવા માટે રવાના કરી હેમખેમ રીતે તેમના વતન પહોંચ્યા હતા. તે તસ્વીર.

(11:29 am IST)