Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

દામનગરમાં મજૂરી કામ કરનારા માટે ભોજન વ્યવસ્થા

દામનગર રોજિંદી મજૂરી કરી જીવતા પરિવારોને માટે હાલની મુશ્કેલીમાં ભોજન વ્યવસ્થા કરવા આવી છે. માજી નગરપતિ સુરેશભાઇ મહેતાના સૌજન્યથી દામનગર શહેરી વિસ્તારમાં પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા અને સેવાભાવિ ટીમના સભ્યો નિકુલભાઈ રાવળ હિમતભાઈ આલગિયા પ્રીતેશભાઈ નારોલા, ભગવનભાઈ નારોલા, રણછોડભાઈ બોખા ધૂન મંડળના સભ્યો ગાયત્રી પરિવાર સિનિયર સીટીઝન ટ્રસ્ટ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય મનોકામના મેલડી માતાજી સંસ્થાઓના સંકલનથી દૈનિક ભોજન વ્યવસ્થા માટે ગાયત્રી મંદિર દામનગર એક માસ માટે વ્યવસ્થા પાર્સલ સેવાનું ઉમદાકાર્ય શરૂ કરવા એડવોકેટ મનન મહેતા (એ જી પી ગુજરાત હાઈકોર્ટ)ના રૂપિયા ૧૧ હજાર ના દાન થી શરૂ કરેલ દાનનું સુરેશભાઇ મહેતાના નેતૃત્વમાં વાત કરતાની સાથે ૫૦ હજાર થી વધુ રોકડ રકમ અને વિવિધ ખાદ્ય દ્રવ્ય એકત્રિત થવા લાગ્યું છે ત્યારે જયતિભાઈ નારોલા માધવ સ્ટીલ ની વાહન સેવા થી ખેડૂત પરિવારો પાસે થી ઘઉં ચોખા ચણા ની હોળી ફેરવી અન્ન પુરવઠો મેળવવાનું આયોજન કરવામાં આવે છે. શહેરી વિસ્તારોમાંથી પસાર થતા  જરૂરિયાત મંદ વ્યકિતઓને ભોજન આપવાનું શરૂ કરવામાં આવેલ છે. શોષયલ ડિસ્ટન્ટ જાળવી ઝોનલ ઓફિસર ભરતભાઇ ભટ્ટ પત્રકાર નટુભાઈ ભાતિયા સહિત ના સંકલન અને સરકાર શ્રીના આદેશ અનુસાર ભોજન સેવા હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ ગરીબ ગુરબા શ્રમિક આર્થિક પછાત વસાવતમાં રોજે રોજનું લાવીને ખાનાર પરિવારોને નિઃશુલ્ક ભોજન મળી રહે તે માટે પાર્સલ સેવા શરૂ કરેલ છે. મજૂરો માટે ભોજન વ્યવસ્થાની તસ્વીર.

(11:28 am IST)