Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

હરિદ્વારમાં ફસાયેલા ગોહિલવાડના યાત્રિકો માટે તંત્ર વતન પહોંચાડવા મદદે આવ્યુ

ફસાયેલા લોકોને વતન લાવવામાં જશ ખાટવા રાજકીય આગેવાનો વચ્ચે લાગી હોડ

ભાવનગર, તા.૨૭: તળાજાના હબુકવડ ના ૨૧૦,સોસિયા અને ઘોઘા ના મળી ૪૫ સહિત ગોહિલવાડના આશરે પોણી ત્રણસો લોકો યાત્રાએ ગયા બાદ હરિદ્વારમાં રોકાયા હતા. એ સમય દરમિયાન કોરોનાને રેલવે સહિતનું પરિવહનના સાધનો બંધ કરી દેવામાં આવેલ.

જેને લઈ યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા. સંબધિત વ્યકિત આગેવાનોને જાણ કરવા છતાંય કોઈ રસ્તો ન નીકળતા હબુકવડના યાત્રામાં સામેલ પૂર્વ સરપંચ ભદ્રેશભાઈ પાલિવાલ અને સોસિયાના સુખદેવસિંહ ગોહિલે ભાવનગર જિલ્લાના મીડિયા કર્મીઓની મદદ માંગી હતી. ત્યાંથી સોસીયલ મીડિયાના માધ્યમથી ફોટા અને તકલીફમાં હોય તેવા વિડીઓ મગાવ્યા હતા. જે પ્રસિદ્ઘ થતા આજે પ્રશાશન હરકત માં આવેલ.

વતન ગોહિલવાડ સુધી મૂકી જવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. તેવી હરિદ્વાર પ્રશાશન દ્વારા જાણ કરવામાં આવી હોવાનું ભદ્રેશ પાલિવાલ એ જણાવ્યું હતું.

બીજી તરફ હરિદ્વારમાં ફસાયેલા લોકો પોતાના ઘર સુધી પહોંચે તેવી વ્યવસ્થા અમે કરી દિધી તેવો જશ ખાટવા રાજકીય આગેવાનોની હોડ જામી હતી.

હરિદ્વારમાં ફસાયેલા ભદ્રેશ પાલિવાલ જણાવ્યું હતુંકે મીડિયાના અહેવાલો બાદ આજ સવારથી રાજકીય આગેવાનોના સતત ફોન રણકતાં થયા. છેક દિલ્હીથી ફોન આવ્યા હતા.

ભાવનગર જિલ્લાના સોસિયા ગામના સુખદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સૌ.પ્રથમ તો ભાવનગર મીડિયાનો આભાર. આજે સમાચાર ફોટા સાથે પ્રસિદ્ઘ થયા બાદ સમાજના આગેવાનોથી લઈ રાજકીય આગેવાનોના ફોન આવ્યા. અહીં સુધી પ્રશાશનમાં પડઘા પડયા. વાહનની વ્યવસ્થા મુકવા માટે કરવામાં આવી છે. તેમ અહીંના પ્રશાસને જાણ કરી છે.

(11:25 am IST)