Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભુજના પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીમાં તલવાર, છરી, ધોકાથી ઘાતક હુમલો

અજંપાભરી સ્થિતિ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ભૂજ, તા. ૨૭ :. ભુજના પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી ઉપર જીવલેણ હુમલાની દ્યટનાએ ચકચાર સર્જી છે. હમીદ ભટ્ટી ઉપર હુમલાનો બનાવ બપોરે બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. કચ્છ યુનિવર્સિટીમાં એકસટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપીને પાછા વળી રહેલા હમીદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણ માં જ બે ગાડીઓ માં આવેલા ૧૫ જેટલા શખ્સોએ તલવાર, છરી અને ધોકા સહિતના દ્યાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. જોકે, હમીદે સામનો કરવાનો પ્રયાસ કર્યો પણ હુમલો દ્યાતક હતો અને થોડી વારમાં જ તે લોહીલુહાણ થઈ ગયો હતો. યુનિવર્સિટીમાં થયેલી ધડબડાટી ને પગલે દોડધામ સાથે હો હા મચી જતા હુમલાખોરો રવાના થઈ ગયા હતા. પણ, હુમલાની આ દ્યટના ને પગલે હમીદ ભટ્ટી ની કાર ને પણ નુકસાન થયું હતું, તો હુમલો થયો ત્યાં લોહી ના ધબ્બા સાથે લોહી એકઠું થઈ ગયું હતું. સ્થળ ઉપર છરી અને હમીદની ગાડીમાં તલવાર પણ મળી આવી હતી. દ્યાયલ હમીદ ભટ્ટીને ભુજની એકોર્ડ હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યો છે.

 પેટ અને ગળા ઉપરની ઇજા જીવલેણ

હમીદ ભટ્ટી ને હુમલા દરમ્યાન તેના ગળા ની પાછળના ભાગે અને પેટમાં તીક્ષણ હથિયારો ના દ્યા લાગ્યા હોઈ અને લોહી વહી જવા પામ્યું હોઈ તેની આ ઈજાઓ ગંભીર ગણાવાઈ રહી છે. દરમ્યાન માથા ઉપર પણ ધોકા વડે પ્રહારો થયા હોઈ સિટીસ્કેન કરવામાં આવ્યું છે. આથી અગાઉ હમીદ ભટ્ટી ના દ્યર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમની જૂની અદાવત ના કારણે જ હુમલાની આ દ્યટના બની હોવાનું મનાઈ રહ્યું છે.

પોલીસે કરી અપીલ

હમીદ ભટ્ટી ઉપર હુમલો જૂની અદાવતના કારણે થયો છે. પણ, હુમલાખોર કોણ છે? તે વિશે હમીદ ભટ્ટી અત્યારે માહિતી આપી શકે તેવી સ્થિતિ માં નથી. પણ, હુમલાની આ દ્યટના બાદ પોલીસે એકોર્ડ હોસ્પિટલ ઉપરાંત હમીદ ભટ્ટી ના દ્યર બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હુમલાના આ બનાવ પછી કોઈ પણ પ્રકારની અફવા થી સાવધ રહેવા પોલીસે જાહેર અપીલ કરી છે. તો, તણાવપૂર્ણ માહોલ વચ્ચે પોલીસે સાવચેતીના પગલાં રૂપે ભુજના ચોક્કસ વિસ્તારોમાં બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.(૨-૧૯)

(3:23 pm IST)