Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જૂનાગઢ કોર્પોરેશનમાં કોંગ્રેસના એકપણ કોર્પોરેટર ભાજપમાં નહિં જોડાય : કેપ્ટન સતીષ વીરડા

જૂનાગઢ, તા.૨૬ : જૂનાગઢ કોર્પોરેશનના કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ રહ્યાના વહેતા થયેલા સમાચારો અંગે જૂનાગઢ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા કેપ્ટન સતીષ વીરડાએ જણાવ્યુ છે કે કોંગ્રેસના એકપણ કોર્પોરેટર ભાજપમાં નહિં જોડાય. કાલે તા.૨૭ને બુધવારે બપોરે ૧૨ વાગ્યે જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે જૂનાગઢ લોકસભાના પ્રભારી મહમ્મદભાઈ હુસૈનભાઈ બ્લોચ લોકસભા ચૂંટણી અનુસંધાને પત્રકાર પરિષદ સંબોધશે.

(4:44 pm IST)