Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભાગવત કથા અરીસા જેવી છેઃ શાસ્ત્રી ચંદ્રેશભાઈ સેવક

જામજોધપુર- સમસ્ત સવજાણી પરિવારમાં ભાગવત સપ્તાહનો ઉત્સાહભેર પ્રારંભ : વ્યકિતના શરીરને ગંગા પવિત્ર કરે છે, જયારે ભાગવત વ્યકિતના મનને પવિત્ર કરે છેઃ મંગળવારે કથા વિરામ

રાજકોટઃ સમસ્ત સવજાણી પરિવાર દ્વારા જામજોધપુર મૂકામે આયોજીત ભાગવત સપ્તાહ પારાયણમાં ભાગવતાચાર્ય પોરબંદર નિવાસી પૂ. ચંદ્રેશભાઈ સેવકએ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે જણાવ્યુ કે ભાગવત અરીસા જેવી છે. જેમ અરીસો કયારેય ખોટંુ ન બોલે અરીસો બધંુ સાચું બોલે છે. તમે જેવા છો એવા જ અરીસામાં દેખાવ છો એમ ભાગવત પણ જે સત્ય છે એ જ બતાવે છે. આને ભાગવત જ્ઞાનગંગા પણ કહેવામાં આવે છે. ગંગા માનવના તનને પવિત્ર કરે છે જયારે ભાગવત માનવના મનને પવિત્ર કરે છે. માણસના મનમાં જે નકારાત્મક વિચારો છે અને જે દુષિત મન લે છે તેને પવિત્ર કરે છે અને માનવને સકારાત્મકતામાં લઈને પ્રભુદર્શન કરાવે છે.

આચાર્યશ્રીએ પ્રેમ અને સેવાનુ મહત્વ બતાવીને કહયુ છે આ જ ભાવે પ્રભુને પ્રાપ્ત કરવાનો ઉત્તમ માર્ગ છે અને આ માર્ગથી જ અમને સુખ શાંતિ મળી શકે છે. સકારાત્મક દ્રષ્ટિકોણ મનને પવિત્ર કરે છે જે એકતાનો સ્ત્રોત છે અને એનાથી જ સમાજ સંગઠીત થઈને દેશની પ્રગતિમાં સારો એવો યોગદાન આપે છે અને કળિયુગના કુપ્રભાવને ઓછા કરે છે.

બીજા દિવસની કથામાં પ્રેમનુ મહત્વ બતાવતા શાસ્ત્રીજીએ કહયું જેના પ૨ રામ રાજી હોય તેના પર બધા રાજી હોય. અહમથી વ્યકિતત્વનો નાશ થાય છે. હિરણ્ય કશ્યપના અહમનો નાશ કરવા અને પ્રહલાદને બચાવવા પ્રભુએ નરસિંહ અવતાર લીધો અને હિરણ્ય કશ્યપનો વધ કર્યો. એમ આ કથા સૂચવે છે કે જયાં અહમ હોય ત્યાં પ્રભુ નથી હોતા અને જયાં ભકિતભાવ છે ત્યાં પ્રભુ છ અને પ્રભુ એના ભકતોનું રક્ષણ કરે છે.

કથા અત્યંત સરલ વાણીમાં પૂજય ચંદ્રેશભાઈ સેવક સુમધુર સંગીત સાથે રજૂ કરે છે. ભાવિકો પણ રસ લઈને કથાનું શ્રવણ કરી રહયા છે.

જામજોધપુરમાં સવજાણી ભવનમાં આ ભાગવત સપ્તાહનો આરંભ ૨૦ નવેમ્બરથ થયેલ છે અને સર્વે વૈષ્ણવોન આ સપ્તાહનો લાભ લેવા વિનંતી કરાઈ છે. કથા વિરામ ૨૬ નવેમ્બરના થશે.

(11:43 am IST)