Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

લાઠી તાલુકામાં સોમવારથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ

લાઠી  તા.૨૩ : લાઠી તાલુકા આરોગ્ય કચેરી ખાતે પ્રાંત અધિકારી શ્રી ની અધ્યક્ષતા માં શાળા આરોગ્ય કાર્યક્રમ સંકલન સમિતિની મિટિંગ મળી હતી. તા. ૨૫/૧૧/૨૦૧૯ થી શરૂ થતાં આ કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકા ની તમામ ખાનગી અને સરકારી આંગણવાડીઓ, શાળાઓ અને શાળાએ ન જતા કુલ ૨૫૭૪૫ થી વધુ બાળકો ની આરોગ્ય તપાસ કરી ખામી વાળા બાળકોની સંદર્ભ સેવા દ્વારા સુપર સ્પેશિયાલીટી સુધી ની સારવાર કરવા માં આવશે.

ઉપરાંત, દ્રષ્ટિ ખામી વાળા બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ પણ કરવા માં આવશે. મિટિંગ  દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા અને આર.બી.એસ.કે. નોડલ ડો. હરિવદન પરમાર એ કાર્યક્રમ ની રૂપરેખા અને વિભાગો ના સંકલન વિષયક ચર્ચા કરી ગત વર્ષે મળેલ ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી હતી. આ મિટિંગ માં વિવિધ વિભાગ ના અધિકારીઓ, પ્રતિનિધિઓ, તમામ મેડિકલ ઓફિસરો, આર.બી.એસ.કે. અને આરોગ્ય કચેરી નો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

(11:36 am IST)