Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

જસદણ પોલીસ સ્ટેશન આધુનીક સુવિધાથી સજજ બનશે : કામ ગતિમાં

 જસદણ તા.૨૩ : રાજયના ગૃહ વિભાગ દ્વારા ઠેર ઠેર સુવિધાજનક પોલીસ મથક બનવા લાગ્યા છે ત્યારે આટકોટ પોલીસ સ્ટેશન બાદ જસદણ પોલીસ સ્ટેશનમાં પણ જૂના પોલીસ સ્ટેશનની અડોઅડ અલગ મકાન બની રહ્યુ છે.

આ મકાન હાલ પુર્ણતાને આરે છે લાદી પ્લાસ્ટર, કલરકામ બાકી છે ત્યારે આ પોલીસ સ્ટેશનમાં જૂદા જૂદા રૂમો દરેક ડીપાર્ટમેન્ટને ફાળવાશે તેથી કામગીરી સરળતાથી થશે ખાસ કરીને આ પોલીસ મથકમાં મહિલાઓ માટે પણ ખાસ લોકઅપની વ્યવસ્થા કરાઇ છે.

આટકોટ પછી જસદણ પોલીસ સ્ટેશન ટુંક સમયમાં અપડેટ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે જસદણના જૂના પોલીસ સ્ટેશનને તે સમયના રાજયના ગૃહ મંત્રી અમિતભાઇ શાહએ ખુલ્લુ મુકયુ હતુ.

નોંધનીય છે કે આટકોટ પોલીસ સ્ટેશન બાંધકામના કારણોસર ઓપનીંગ પહેલા કાર્યરત થઇ ગયુ છે. બાકી કામ પુર્ણતાના આરે છે ત્યારે વિધિવત ખુલ્લુ મુકાય એવી શકયતા છે.

(11:35 am IST)