Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

જોડિયા રામવાડીમાં શ્રી પંચ પરમેશ્વર પંચાયતી નિર્વાણ બડા અખાડાનુ ૮ દિવસ રોકાણ

વાંકાનેર તા.ર૩ : જામનગર જિલ્લાના જોડીયા ધામમાં આવેલ સુપ્રિસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંતકુટીર ઉદાસીન સંત કુટીર 'રામવાડી' આશ્રમમાં પુપૂ.પ્રાત સ્મરણીય ૧૦૦૮ સદ્દગુરૂદેવ શ્રી ભોલેબાબાજીના આશ્રમમાં શ્રીજયોતી સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજ દાદાના પાવન સાનિધ્યમા તા.ર૧મીએ અલ્લહાબાદ-તીર્થરાજ પ્રયાગરાજના શ્રીપંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાના રમતા પંચના સંતો મહંતોનું આગમન થયેલ છ.ે

જે અખાડાના મહંત શ્રી અદૈતાનંદજી મહારાજશ્રી તેમજ સંતો-મહંતોના દિવ્ય દર્શન-સત્સંગનો લાભ ત્રણ દિવસથી જોડીયાને આંગણે રામવાડીમાં મળી રહ્યો છે. જે જમાત તા.ર૮મીના સવારે રામવાડીએ જશે દરરોજ સવારના પ કલાકેઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચન્દ્રભગવાનની મહાઆરતી સવારે ૧૦ કલાકેશ્રી ગેલાસાહેબનું વિશેષ પૂજન સાંજે  સાંજના પ થી૮ દરમ્યાન સત્સંગ પ્રવચન ઉદાસીન આચાર્યદેવ જગત ગુરૂ શ્રી ચન્દ્રભગવાનની સાયંમ મહાઆરતી-ધૂન સંકિર્તન ભકિત ભજનોની દરરોજ રંગત જામે છ.ે

ભજન સંત દર્શન અને સત્સંગનો અનોખો ત્રિવેણી સંગમ અત્યારે 'રામવાડી' માં સજાવેલ છે. આરતી સમયે શંખધ્વનિ દ્વારા જય જયકાર ઘોષથી વાતાવરણ ભકિતમય બને છે...હરહર મહાદેવના નારા ગુંજી રહ્યા છે સાધુ-સંતોની ભજન મંડળી પણ ભજનોની રંગત જમાવે છ.ે જોડીયા ધામની રામવાડીમાં પૂ.મહંતશ્રી હરીદાજી બાપુની નિશ્રામાં સંતોનો મેળો જામેલ છ.ે તેમ શનીભાઇ વડેરા તથા હીતેશ રાચ્છે જણાવેલ છે

(11:34 am IST)