Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ઉનાઃ મહિલા ઉપર નિર્લજજ હુમલો કરી હુમલો કરવા અંગે બે આરોપીને ત્રણ વર્ષ અને એકને એક વર્ષની સજા

ઉના તા. ર૩: ઉના તાલુકાનાં વાવરડા ગામે ૧પ વરસ પહેલા મહિલા ઉપર બદકામ કરવાના ઇરાદે નિર્લજઠ હુમલો કરી કુહાડી, લાકડી વતી હુમલો કરી મહિલાને ઇજા કરી તેના પતિ ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા કરનાર ૪ આરોપીઓ પૈકી બે ને ૩ વરસની કેદ, એકને ૧ વરસની કેદ ત્થા ૩ર હજાર રૂપિયા દંડની સજા ઉનાની એડિશ્નલ સેશન્સ કોર્ટે ફરમાવી હતી.

ઉના તાલુકાના વાવરડા ગામે ગત તા. ર૧-૬-ર૦૦૩નાં રોજ વાવરડા ગામની સીમમાં ખેતરે ઢોરને નીરણ આપવા ગયેલ પરણિતા મકાન પાછળ પેશાબ કરવા બેઠેલ ત્યારે તેના ખેતરના સેઢા પાડોશી તુલશી ભાણા ડાંગોદરા રે. વાવરડા વાળો આવી બદકામ કરવાને ઇરાદે નિર્લજ હુમલો કરી સાડી કાઢી નાખી પછાડી દેતા મહિલાએ રાડા રાડી કરતાં તેમના પતિ મગનભાઇ ભીખાભાઇ મારૂ આવી જતા તેમને બચાવવા વચ્ચે પડતાં તુલશી ભાણા, કાંતી નથુ ડાંગોદરા, લાખા ભાણા ડાંગોદરા, કાંતી ભાણા ડાંગોદરા રે. વાવરણ તા. ઉના વાળી આવી જઇ કુહાડી, લાકડી વતી હુમલો કરતા મહિલાને પગ, હાથ, શરીરે ઇજા થયેલ જયારે પતિ મગનભાઇને કુહાડીનો માથામાં ઘા મારતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલ અને બન્નેને રીક્ષામાં લઇ ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ હતા અને ઉના પોલીસમાં ૪ આરોપીઅ સામે ફરીયાદ દાખલ કરતા પોલીસે આઇપીસી-૩૦૭, ૩પ૪, ૩ર૩, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી ૪ આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરેલ હતી. આરોપી જામીન ઉપર મુકત થયા હતાં.

આ અંગેનો કેસ ઉનામાં આવેલ એડિશનલ સેશસ કોર્ટમાં ચાલતાં ફરીયાદ પક્ષે સરકારી વકીલ મોહનભાઇ ગોહેલે ફરીયાદીની જુબાની ઇજા પામનાર પતિની જુબાની સાહેદ પંચો, ત્થા પોલીસ અધિારી, મેડીકલ ઓફિસરની જુબાની ત્થા પુરાવા રજુ કરી દલીલો કરી આરોપીઓને આકરામાં આકરી સજા કરવા માગણી કરી હતી.

તમામ દલીલો પુરાવા ધ્યાને રાખી ઉનાની એડીશનલ સેશન્સ કોર્ટના જજ શ્રી સંજયકુમાર એલ. ઠકકરે ચુકાદો આપતાં જણાવેલ કે (૧) આરોપી તુલશી ભાણા ડાંગોદરાને આઇપીસી ૩ર૪નાં ગુનામાં ૩ વરસની સખત કેદ અને રૂ. રપ૦૦૦ દંડ લાખા ભાણા ડાંગોદરાને આઇપીસી ૩ર૩, ૩પ૪ માં ૧ વરસ તથા ર વરસની સાદી કેદ રૂ. ૬૦૦૦/- દંડ ત્થા કાન્તીભાઇ નથુભાઇ ડાંગોદરા આઇપીસી ૩ર૩ ૧ વરસની સાદી કેદ રૂ. ૧૦૦૦ દંડની સજા કરી હતી. તેમજ આરોપી કાંતીભાઇ ભાણાભાઇ ડાંગોદરને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે. તેમજ ફરીયાદીબેન ત્થા ઇજા પામનારને આરોપી જે દંડ ભરે તેમાંથી રૂ. ૧૦,૦૦૦ ચુકવવા હુકમ કરેલ છે.

(11:32 am IST)