Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

લીંબડી-ધંધુકા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતઃ એકનું મોત

વઢવાણઃ લીંબડી ધંધુકા રોડ પરના ચચાણા ગામની નજીક મોડી રાત્રે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઇ હતી. જેમાં ટ્રક નાં. જીજે. ૦૪ એકસ ૮૩૪૩ વાળુ બાઇક પર ચડી જતા બાઇક સવારનો ભુકકો બોલાવી દીધો હતો. જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. આથી ૧૦૮ અને પોલીસને જાણ કરતા તુરંત ઘટના સ્થળે ધસી જઇ ગંભીર ઘવાયેલા બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઇજાઓને કારણે બાઇક ચાલકનું મોત નિજયું હતું. પોલીસે લાશને પી.એમ. અર્થે ખસેડી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(11:31 am IST)