Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

જામજોધપુર તાલુકામાં ૭ વર્ષ પહેલા બનાવેલ ગ્રામ્ય રસ્તા બનાવવાની દરખાસ્ત મંજૂર કરવા રજૂઆત

જામનગર તા.૨૩ : જામજોધપુર તાલુકાના ગામોના ગ્રામ્ય માર્ગો તાત્કાલીક રીપેરીંગ કરી નવા બનાવવા અંગેની દરખાસ્ત મંજુર કરવા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હેમંતભાઇ ખવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

જીલ્લાના જામજોધપુર તાલુકાના ગ્રામ્ય માર્ગો ૭ વર્ષ પહેલા બનાવ્યા હોય અતિ બિસ્માર હાલતમાં છે ગ્રામ્યજનો નાગરીકો ખેડૂતો વાહન લઇને પણ જઇ શકતા નથી. અતિ કંડમ અને બિસ્માર હાલતને કારણે ટુ વ્હીલર તો ચાલી શકે તેવી સ્થિતિ નથી. મોટીગોપ વનાણા નંદાણા ધ્રાફા રોડ, રબારીકા સોનવડીયા સ્ટેટ હાઇવેને જોડતો માર્ગ તથા નંદાણાથી જામજોધપુર રોડનો સમાવેશ થાય છે તેમ રજૂઆતમાં જણાવેલ હતુ.

(11:28 am IST)